________________
૨૩
હમણાં તમને માનનો રોગ લાગુ પડ્યો છે, એટલે
જ્યાં સુધી તમારો એ રોગ મટે નહિ, ત્યાં સુધી-થોડા દિવસ-હવે તમે આ જેલમાં બેસો, કે જેથી તમારો ક્રોધ, તમારા અહંનો આવેશ જરા નીચે બેસે. •
' આવી જ રીતે તમને કદાચ એમ થાય કે આ - માણસ પાસે આવી સરસ વસ્તુ છે, તો મારી પાસે પણ એવી સરસ વસ્તુ હોવી જોઈએ. આવે વખતે માણસમાં લોભનો રોગ આવે છે. આ રોગ આવે છે એટલે અમૂક વસ્તુ મેળવવાની માણસને તાલાવેલી જાગે છે. એ મળે તેમ ન હોય, એના તકદીરમાં ન હોય, એ માટેના સંજોગો ન હોય તોય એ લોભી માણસ તો એમ જ વિચારવાનો કે ગમે તેમ કરીને એ પડાવી લઉ મેળવી લઉ ને ભોગવું.
આ રીતે પડાવી લેવાનો વિચાર લોભનો છે; લોભ આગેવાન બને છે ત્યારે પાંચેપાંચ ઈન્દ્રિયો એની સાથે કામે લાગી જાય છે. આંખ ચારે બાજુ જુએ છે કે કોઈ જોતું તો નથી ને? કાન ધ્યાન રાખે છે કે કોઈ આવતું તો નથી ? હાથ સળવળે છે કે ઝટ લઈ લઉં? પગ ઉતાવળ કરે છે કે લઈને ઝટ ભાગી જાઉં. આમ એ બધાય ત્યાં કામે લાગી જાય છે. આ બધું કોના કહેવાથી? પેલા લોભના કહેવાથી.