________________
૨૨
જ્ઞાનીઓને પણ આવે છે, અને બીજાને પણ આવે છે. પણ જ્ઞાની ત્યારે કહે છે કે આવ્યો છે તો ભલે આવ્યો, પણ હવે જરા નીચે બેસી જા; તું આવ્યો છે તે મેં જોયો. જો બહાર નીકળીશ તો અમને બધાને તું હેરાન કરી મૂકીશ. આમ જ્ઞાનીઓ પોતાના ક્રોધને સમજાવે છે, સમજથી ક્રોધ નીચે બેસી જાય છે, શમી જાય છે. - આપણા માનનું પણ આવું છે. “હું મોટો”નો સવાલ ઘણો ઉત્પાત મચાવે છે. ગામમાં, એક માનવી પોતાને મોટો માનતો હોય ને કોઈક બીજો માણસ વાત વાતમાં એને કહે “તું-શેનો મોટો?” તો એમાંથી કદાચ ભડકો થાય, બોલાચાલી થાય, મારામારી થાય, એના હાથમાં હોય તેનો એ છૂટો ઘા કરે અને એમાંથી કદાચ ભયાનક પરિસ્થિતિ પણ સર્જાય. .
એટલે આપણે જોયું કે અંદરથી પેલો “હું” આવે છે અને બધે અંધાધૂંધી ફેલાવે છે. “હું મોટોના સવાલમાંથી એવી મોટી ધમાલ ઊભી થઈ જય છે કે ઘણી વખત તો એમાંથી ગામના સરપંચ કે પંચનાં માથાં પણ ઊડી જાય છે.
આવે વખતે સરકારના માણસ આવીને કહે છે કે ભાઈ, હમણાં તમે જરા જરા માંદા થઈ ગયા છો;