________________
૩૮
બીજી પણ કેટલીક વાતો હશે; થોડાક માણંસો તરફ તમને દ્વેષ પણ હશે; જેમણે તમને અહીં મોકલ્યા એમાંથી કોઈકે સાક્ષી આપી હશે, કોઈકે સહકાર આપ્યો હશે, તે બધાની સામે તમારા દિલમાં દ્વેષ હશે, કટુતા હશે, વેર લેવાની વૃત્તિ હશે. તમને એમ પણ હશે કે જેણે જેણે મને જેલ મોકલવામાં સાથ આપ્યો તે બધાની બહાર જઈને ખબર લઉં, અહીંથી છૂટ્યા પછી એનો પણ દહાડો બરાબર સરખો કરું.
મોટા ભાગે માનવીનું મન આવા રાગદ્વેષમાં જ સદાય રમતું હોય છે, અને એમાં તમે પણ કંઈ અપવાદ નથી. પણ હું તમને એમ કહું કે આને બદલે તમે વિચાર કરો કે તમને અહીં મોકલનાર એ માણસો નથી, એ સાક્ષીઓ નથી, એ સરકાર નથી, કે એ પોલિસ પણ નથી. તમને અહીં મોકલનાર તો જીવનમાં રહેલી તમારી પોતાની પાશવતા છે. એ ન ભુલશો-કે વ્યક્તિ પ્રત્યે વેર રાખશો તો વેરથી વેર વધશે; તમે એ ડાઘને પ્રેમથી ધોઈ, અને અહીંથી બહાર જજો. આ બધું વિચારીને તમે પણ કોશલરાજના જેવો પ્રેમ કેળવો. જ્યારે તમે અહીંથી જાવ ત્યારે મનને ધોઈને જો; નિર્મળ કરીને જો; અને અહીંથી જાવ ત્યારે અહીંની ભેટ તરીકે તમે