________________
૧૫
સાધુ પાસે જઇને પૂછ્યું: ‘મહારાજ શ્રી! મુક્તિ કેમ મળે?' મહારાજે પૂછ્યું: ‘આ પ્રશ્ન કોનો છે? તમારો તો નથી જ લાગતો... તમને તો આવો પ્રશ્ન પૂછવાનું સૂઝે પણ ક્યાંથી? તમને તો તમારા વૈભવમાંથી કોઈ તમને મુક્તિ અપાવનાર મળે તો પણ તમને ન ગમે. કહો, આ પ્રશ્ન કોનો છે?' શેઠે કહ્યું: “મહારાજ! આ પ્રશ્ન મારો નથી; મારા પોપટનો છે.”
“શું કહ્યું? તમારા પોપટનો આ પ્રશ્ન છે?” આટલું સાંભળીને મહારાજ તો જ્યાં હતા ત્યાં જ ઢળી પડ્યા. એ મૂર્છા ખાઈને ઢળી પડ્યા એટલે શેઠે તો પંખો નાખ્યો; આ કર્યું ને તે કર્યું. એને થયું કે આ તે કેવો પ્રશ્ન? પ્રશ્ન સાંભળીને આ સાધુને શું થઈ ગયું? ...શેઠ તો ગભરાઈ ગયા. આ બધું શું થઈ ગયું? મહારાજને જરા ભાન આવતાં શેઠ તો ચાલતા થયા. એને એમ થયું કે લોકો જાણશે તો વળી કહેશે કે શેઠે મહારાજને બેભાન કરી દીધા, એટલે ખસી જાઉં... નકામો હું આ દુનિયામાં બદનામ થઈશ, એટલે ભાગ્યું. શેઠ તો નાઠા.
દુનિયામાં બધા લોકો ગુનો કરીને પછી છૂટી જવા માગતા હોય છે. પણ એમાંથી કેટલાક લોકો પકડાઈ જાય છે, અને કેટલાક લોકો નથી પકડાતા;