________________
દુનિયામાં બીજી કેદ તો કયાંય નથી; ખરી કેદ જો હોય તો તે આપણા વિચારો અને આપણી વૃત્તઓની જ છે. આખરે, એક રીતે વિચાર કરીએ તો તમને આ કેદમાં ધકેલનાર પણ બીજું કોણ છે? તમારી વૃત્તિઓ, બેફામ વૃત્તિઓ જ ને?
આપણી જે અનિયંત્રિત વાસનાઓ છે, આપણાં જે ઉદ્દામ તોફાનો છે તેની ઉપર સંયમની કોઈ લગામ નથી. એથી, જ્યારે પ્રમાણ કરતાં એ વધારે બહાર આવે છે, ત્યારે એના ઉપર માણસ પોતે પણ નિયંત્રણ રાખી શકતો નથી; નિયંત્રણ કરવા માટે પોતે અસમર્થ બની જાય છે. ત્યારે બહારનું તત્ત્વ આવીને એનું એ નિયંત્રણ કરે છે.
સમાજને જો સુખેથી ચલાવવો હોય, સમાજમાં રહેલ પ્રત્યેક વ્યક્તિને નિર્ભય અને શાન્તિથી જીવવા દેવી હોય, તો સૌની અંદર રહેલી આવૃત્તિઓને નિયંત્રિત બનાવવી જ પડશે. વૃત્તિઓનો આ પ્રવાહ સંયમાત્મક બનીને વહેશે, તો જ સમાજ શ્રેયોમય - બનશે. બાકી તો જ્યારે વૃત્તિઓ ઉદ્દામ બની જાય છે, મુક્ત બની જાય છે, સ્વચ્છંદી બની જાય છે, એની ઉપર જ્યારે કોઈ પણ જાતનું પોતાનું નિયંત્રણ રહેતું