________________
ઉન્માદના વાતાવરણ કરતાં, આ વાતાવરણ ઘણી રીતે જુદું છે, વિશિષ્ટ છે. વિચાર પ્રેરક છે.
' - અહીંના આ તોતિંગ દરવાજામાં જ્યારે હું પેઠો, ત્યારે મને પ્રથમ વિચાર એ આવ્યો કે અંદરના કેદીઓ જેવા, આપણે બધા પણ શું કેદીઓ જ નથી?
ખરેખર, કોઈક માણસ દીવાલની પાછળ કેદી છે, તો કોઈક વાસનાની પાછળ કેદી છે. વિચાર કરતાં સમજાય તેમ છે કે દીવાલની કેદ કરતાં, વાસનાની અને વેરની આ કેદ વધુ જબ્બર કેદ છે. - દીવાલની કેદમાંથી તો વર્ષો પછી પણ માણસની મુક્તિ થાય છે, પાંચ પચ્ચીસ વર્ષે પણ માનવી એમાંથી છૂટીને પોતાના ઘર ભેગો થાય છે, પરંતુ જે વાસનાની જેલમાં પૂરાયો છે, જે વેરનાં ઝેરની વૃત્તિઓની જંજીરમાં જકડાયો છે, તેને મુક્તિ મળવી, એ બહુ મુશ્કેલ વાત છે. એ જેલ અને એ જંજીર, સાચે જ માનવી માટે બહું જબ્બર અને જલિમ છે. " આ જંજીર એકલા સંસારી માટે અને સામાન્ય માનવી માટે જ મુશ્કેલ અને આકરી છે, એવું નથી. - સાધુઓ માટે પણ, અહંકાર અને સંપ્રદાયની વૃત્તિઓમાંથી છૂટવું એ એક બહુ આકરી તપશ્ચર્યા છે. અને એટલા માટે જ મહાપુરુષોએ કહ્યું છે કે