________________
ઈજિઓનું સંવરણ કરી, વૃત્તિઓને શાન કરી સ્વને પૂછીએ કે “અત્યારે હું કોણ છું?” મહાત્મા કે પાપાત્મા? આ સમજવા માટે મને એક વાત યાદ આવે છેઃ 1. કાશીરાજ અને કોશલરાજની આ વાત છે.
કાશીરાજ મોટો રાજવી હતો ને કોશલરાજ નાનકડો રાજવી હતો. કોશલલરાજ આમ તો નાનકડો રાજવી હતો, પરંતુ એની પાસે અંદરની સુંદરતા, દિવ્યતા વિશેષ હતી. એ રાજા, રાજ્ય કરવા કરતાંય, લોકોની અંદર સૂતેલ દિવ્યતાનું રક્ષણ કરવામાં વધુ માનતો હતો. પોતાના ચિત્તની ચીમની કદી ય કાળી ન થાય એની સંભાળ રાખી એ મૈત્રીના પ્રકાશમાં જીવતો.
એના રાજ્યમાં પ્રેમ, મૈત્રી, ક્ષમા, કારુણ્ય, વાત્સલ્ય આદિ ગુણો એણે એવાં ફેલાવી દીધાં હતાં કે સૌ કોઈ મુક્ત કંઠે કહેતુંઃ “રાજા હોય તો આવો જ હોય.” - માણસના સદ્દગુણો કદી છાના રહેતા નથી. માનવીના દિલમાં જે સુવાસ હોય છે એ કાંઈ ઢાંકી