________________
વ....દ
ન
આજે આપણે ત્યાં જે થોડાક અગ્રગણ્ય ચિન્તકો અને મૌલિક દૃષ્ટિવાળા વક્તાઓ છે તેમાં જેમનું નામ પ્રથમ હરોળમાં આવે છે એવા પરમ પૂ. શ્રી ચિત્રભાનુજીના વિચારોની અસર આપણા લેખક અને વક્તાઓ ઉપર હોય એ તો સહજ છે. પણ એ વિચારો આગળ વધીને કૉલેજ અને યુનિવર્સીટી
ઓથી માંડી જેલના તોતિંગ બંધ દરવાજા સુધી જઈ પહોંચે એ તો એક ગૌરવપૂર્ણ ઐતિહાસિક ઘટના બની જાય છે. એમના ઊંડા ચિન્તન અને સમન્વયાત્મક દૃષ્ટિનું આ પરિણામ છે.
હજારો કેદીઓ વચ્ચે એક ચિન્તક સાધક બેઠા હોય અને એ વ્યથિત આત્માઓને જ્ઞાનના અમૃતનું પાન કરાવતા હોય એ દશ્ય પણ કેવું મનોહર અને કલ્પનાદાયી છે! એ પ્રેરણાદાયી પળે વહેતી વાણીને આ નાની-શી પુસ્તિકામાં સંગ્રહી લેવામાં આવી છે. નોંધનું પુણ્ય કાર્ય સવિચાર સમિતિના મૂક સેવક શ્રી હરિભાઈ પંચાલે કર્યું છે. ' ' આ રીતે, પૂજ્યશ્રીનું પ્રવચન હજારો કેદીઓ સમક્ષ યોજીને જેલના વડા અધિકારી સાહેબે પણ સમાજ આગળ એક આદર્શ ખડો કર્યો છે.
(પ્રથમ આવૃત્તિ માંથી)
- શ્રી જય ભિખ્ખું