________________
૨૯
ત્યાગ, આ છ વસ્તુઓ જોઈએ. આ છ સદ્દગુણો માનવીના દિલને બોલ, ગાતું કરી દે છે. કોશલરાજના સદ્દગુણોએ પ્રજાના, માનવીના મન પર કાબૂ મેળવેલો હતો. - કાશીરાજથી આ સહન થયું નહિ. એટલે સવારમાં પાછા આવીને એણે હુકમ કર્યો. “જે કોઈ માણસ કોશલરાજને જીવતો અગર મરેલો હાજર કરશે, એને એક હજાર સોનામહોર ઈનામ આપવામાં આવશે.” એણે મનમાં નક્કી કર્યું કે કોશલરાજનું માથું દુનિયામાંથી ઊડાડી દેવું, એનું અસ્તિત્વ જ મિટાવી દઉં પછી તો દુનિયામાં મારી જ નામના થશે ને! . - સાદાઈથી સ્વાશ્રયી શ્રમભર્યું જીવન વીતાવવા કોશલરાજ તો રાજ્યમાંથી ચાલી જઈ, જંગલમાં લાકડાં ફાડે છે. લાકડાના ભારા લઈ જઈ વેચે છે. પાંચ પચીસ પૈસા લાવે છે, અને સંતોષથી જીવન યાત્રા ચલાવે છે. એની રાણી એટલા બનાવે છે. કોઈ ભૂખ્યો અને આંગણે આવે તો તેને બટકું આપીને પછી એ બેઉ જણ પ્રેમથી ખાય છે, અને શાનિથી રહે છે. રાજા એક વાર રાણીને પૂછે છે: “કહો રાણી, આપણે સુખી છીએ કે દુઃખી?”