________________
૪૧
જિંદગી છે તેમાં, આપણે દિવ્યત્વની ઝાંખી કરીએ એ આપણું મુખ્ય કાર્ય છે. માનવીની અંદરનો જે પ્રકાશમય ખંડ છે, તે સદા બંધ હોય છે. એ ખંડને ઉઘાડવાની ચાવી એટલે આ પ્રેમ, આ મૈત્રી. તમે સૌ એ ચાવી લગાડો અને જુઓ કે અંદરનો ખંડ ખૂલી જાય છે કે નહિ? એના પ્રકાશથી તમે આનંદિત થાઓ છો કે નહિ એ ખંડમાં દિવ્યતાનું એવું સરસ સામ્રાજ્ય છે, એ ખંડમાં એવી સરસ પ્રકાશની જ્યોત છે, કે જે માનવી જીવનમાં મૈત્રી કેળવે છે તે જ એનો એ અહલાદ અનુભવી શકે છે, એને માણી શકે છે. જેમણે એ પ્રકાશને દીઠો નથી, એ જ દાનવતામાં રમી રહ્યા છે. -
તમે એ ખંડ ખોલો. એ ખંડ બીજે ક્યાંય નથી, તમારા મનની અંદર જ છે. આજે આપની સમક્ષ જે થોડીક વાતો કરી તે વાતોને ખૂબ ગંભીરતાથી, પૂરી શાનિથી, કરુણાથી વિચારજો.
આનો વધુ વિચાર કરતાં તમને જણાશે કે દુનિયામાં જાતજાતનાં સંગીત છે, પણ આ માનવતાનું સંગીત, દિવ્યતાનું સંગીત મૈત્રી અને ક્ષમાનું સંગીત પણ વિશ્વમાં લાવવાની જરૂર છે-જો આપણે પૃથ્વીને સ્વર્ગ બનાવવી હશે તો. અહીં બેઠેલા