Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 45
________________ ૪૦ દિવ્યત્વનો દાવો, માત્ર ભણેલાઓનો છે, આવાં દિવ્યત્વનો દાવો ડીગ્રીવાળાઓનો છે; દિવ્યત્વનો દાવો સાધુઓનો છે, કે આવા દિવ્યત્વનો દાવો કોઈ સત્તાધીશોનો જ છે. એ અધિકાર માનવ માત્રનો છે. બાકી તો બધાંય વૃત્તિઓના ગુલામ છે, પરાધીન છે. બધાએ એમાંથી જ છૂટવાનું છે, જે આત્મા એમાંથી છૂટે છે એ દિવ્ય બને છે. એટલે આ દિવ્યત્વ આ માનવ-જીવનમાં જ વિકસાવવાનું છે. આપણે આજે જોયું કે માનવ-જીવનનું સર્જન, ત્રણેના એકીકરણમાંથી થયું છે. આ ત્રણ એટલે દેહ, મન . અને આત્મા. દેહથી દાનવતા જીતીએ. મનથી માનવતા પ્રગટાવીએ. * આત્મા ચૈતન્યથી-દિવ્યતા માણીએ. એક છેડે પાશવતા છે, બીજે છેડે દિવ્યતા છે. આપણે પાશવતામાંથી છૂટી દિવ્યતા ભણી પ્રયાણ કરવાનું છે. વચ્ચે આપણી માનવતાનો પુલ છે, સેતુ છે. આપણે સૌએ એ માર્ગે પ્રગતિ કરવાની છે અને દિવ્યત્વનું જે તેજ છે, તેનો જીવનમાં સાક્ષાત્કાર કરવાનો છે. આપણી આ નાનકડી પાંચ પચાસ સો વર્ષની

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50