Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 38
________________ ૩૩ કોશલરાજને આશ્ચર્ય થયું : “કોશલરાજને મળવું છે? તારે વળી એમનું તે એવું શું કામ છે?” એ કહેઃ “હું બહુ ગરીબ છું. મારા પર દેવું ઘણું થઈ ગયું છે. મારી પાસે ખાવાનું નથી. એમાં વળી મારી દીકરીનાં લગ્ન આવ્યાં છે, અને મારે એક સો સોનામહોર જોઈએ છે. મેં એમ સાંભળ્યું છે કે કોશલરાજ એવા ઉદાર છે કે કોઈને ય ખાલીહાથે પાછા કાઢતા નથી. એટલે મારે કોશલરાજની પાસે મદદ માંગવા જવું છે. મને કોશલ દેશનો રસ્તો બતાવો ને . ' કોશલરાજ. આ શબ્દો સાંભળીને વિચારવા લાગ્યા : અહો, મારા નામે આટલો આટલો પંથ ખેડીને જે માણસ આવે છે, એ જો ત્યાં જઈને સાંભળશે કે કોશલરાજ તો છે નહિ તો એને કેટલો વિષાદ થશે? કેટલી નિરાશા આવશે? ખરેખર, આને માટે મારે કંઈક કરવું જોઈએ. એણે લાકડાનો ભારો નીચે મૂકી દીધો અને કહ્યું: ચાલ ભાઈ, તારે સો સોનામહોર જોઈએ છે ને? હું તને હજાર સોનામહોર : અપાવું.” “ી શું હજાર સોનામહોર”

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50