Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 37
________________ ૩૨ વૃત્તિ છે. આપણા જીવનઘરમાં ડાબે પડખે. અને જમણે પડખે આ બન્ને વૃત્તિઓ બેઠી છે. દિવ્યતા પણ અહીં છે, દાનવતા પણ અહીં છે. કોઈને શોધવા માટે બીજે કયાંય જવાની જરૂર નથી. પ્રત્યેક માનવીના મનની અંદર આવો એક દેવતા બેઠો છે. પરિણામે. જેના મનની અંદર દેવતા બેઠો છે એ વિચાર કરે છે કે એવી ઘડી ત્યારે આવે કે પોતાના જીવનને આપી દઈને પણ અન્યના જીવનને શાનિ આપીએ? શુભભાવમાં રમતા કોશલરાજ દિવસો પસાર કરે છે. વિચાર કરો કે એક રાજવી વનવગડામાં જાય છે, પોતાના કુટુમ્બને છોડે છે, બધાયથી વિખૂટો પડીને જીવે છે. શા માટે? પ્રેમ માટે, ક્ષમા માટે, કાર્યો માટે અને અહિંસા માટે. . અંતે એક દિવસ એક દૂરનો માણસ ચાલ્યો ચાલ્યો ત્યાં આવે છે. લાકડાનો ભારો લઈને જતાં કોશલરાજને એણે પૂછ્યું: “કઠિયારા ભાઈ, કોશલ દેશનો રસ્તો કયો? કોશલરાજે પૂછ્યું : “કેમ ભાઈ? શું કામ છેએનું?” પેલો કહે : “મારે કૌશલ દેશમાં જવું છે અને મહારાજ કોશલરાજને મળવું છે.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50