Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 35
________________ ૩૦ રાણી કહે છેઃ આપણે દુઃખી શાનાં? આ સુંદર પ્રકૃતિ પથરાયેલી છે, આ શીતળ ઝરણાં વહે છે, નિર્દોષ હરણાં છે, વૃક્ષોનો સુંદર છાંયડો છે, શરીરને પોષવા માટે રોટલો મળી રહે છે, દેહ ઢાંકવા માટે વસ્ત્ર છે, બાકી માનવીને વધું શું જોઈએ?” રાણી જાણતી હતી કે બહારના સાધનો તો લોકોને રાજી કરવા માટે છે, બાકી શરીરને પોષવા માટે રોટલો હોય, ઢાંકવા માટે વસ્ત્ર હોય અને બેસવા માટે ઓટલો હોય, તો બહુ થઈ ગયું. જે માણસોને બીજી ઘણી વસ્તુઓ જોઈએ છે, એ હેરાન પરેશાન થાય છે. પછી એને માટે એ ભગવાનને છેતરે છે, આત્માને છેતરે છે, દેશને છેતરે છે, માનવતાને છેતરે છે, અને વસ્તુઓના સંગ્રહનો મોટો ઢગલો કરે છે. પત્નીનો જવાબ સાંભળી કલરાજ રાજી થયા; એમણે કહ્યું : “ખરેખર, આપણે સુખી છીએ. તારા જેવી શાણી, પ્રેમાળ અને શીલવતી સહચરીથી હું વધારે સુખી છું. આપણે વળી બીજું શું જોઈએ?” - પતિ-પત્ની બેય જણાં આમ વાત કરે છે, એટલામાં કોઈક કઠિયારો આવે છે અને કહે છેઃ “ભાઈ, આજે ગામમાં એક ઢઢેરો પિટાયો છે, તમે એ

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50