Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 40
________________ ૩૫ ગયા. કાશીરાજ સભામાં બેઠેલ છે, ત્યાં કોશલરાજ જઈને ઊભા રહે છે, અને નમન કરે છે. કાશીરાજ પૂછે છેઃ “ક્યાંથી આવે છે તું?” માથે ધૂળ ચોંટેલી છે, કપડું ફાટેલું છે, કઠિયારાના વેશમાં છે. આજે એના પર રાજવીનો તાજ કે આકાર નથી એટલે કાશીરાજ એને ઓળખતો નથી. પૂછે છે “તું કોણ છે?” કોશલરાજે કહ્યું : “જેને માટે તમે હજાર સોનામહોરનું ઈનામ જાહેર કર્યું છે તે હું પોતે. હવે આપ એક હજાર સોનામહોર આ માણસને આપો અને આપને જે જોઈએ તે લઈ લ્યો.” “તમે કોણ કોશલરાજ?..” કાશીરાજ આવ્યો બની સિંહાસન પરથી ઊભો જ થઈ ગયો. “હું તમે પોતે કોશલરાજ? અને તમે જાતે જ શું માથું આપવા અહીં આવ્યા છો? આમ શા માટે?” કોશલરાજે નમ્રતાથી કહ્યું: આ માનવી ગરીબ છે, નિર્ધન છે, એને ધન જોઈએ છે, જ્યારે બીજી બાજુ તમારે મારું માથું જોઈએ છે. મારે કોઈક દિવસ મરવાનું તો છે જ, પરંતુ ગમે તેમ વનમાં મરી જાઉં એનાં કરતાં, મરતાં મરતાં પણ જો અન્યને સહાયક થઈને મરી જાઉ તો હું - એમ સમજીશ કે જીવનની છેલ્લી પળ પણ પ્રકાશમાં પૂરી થઈ. આપ આ માથું લો અને આ માનવીને

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50