Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 39
________________ કોશલરાજે કહ્યું: “હા” પેલાએ કહ્યું: “તો હું ધન્ય ધન્ય થઈ જઈશ.” ઉતાવળે પગલે કોશલરાજ રાણી પાસે આવ્યા અને કહ્યું: “રાણી, હવે હું જાઉં છું. મને રજા આપો”. રાણી કહે : “ક્યાં જાઓ છો?” તો કહે : આ માણસને સો સોનામહોર જોઈએ છે. એ બિચારો દુઃખી છે. ખાવાનુંય એની પાસે નથી, એ મારા નામે આવેલો છે. મારા માટેનું હજાર સોનામહોરનું ઈનામ હું એને અપાવી દઉં, એટલે એનું કલ્યાણ થશે. આખર તો આ દેહ એકવાર ખતમ થવાનો જ છે ને! આમે ય એને એકવાર બાળી તો નાખવાનો જ છે ને ! તો પછી કોઈનું ભલું કરીને મરી જાઉ એમાં જ ખરો આનંદ નથી? રાણી! મને રજા આપો.” રાણીની આંખમાં આંસુ આવ્યાં. એણે કહ્યું : વાહ! વાહ! મારા પતિ, અર્પણનું આવું સંગીત સર્જે એને હું સ્વાર્થ અને મોહથી બેસૂરું કેમ બનાવું? સ્વામિનાથ! તમારા આ કાર્યમાં હું શુભેચ્છા પાઠવું છું. જરૂર પડે તો હું પણ બલિદાન આપીને કોઈકનું કલ્યાણ કરીશ, સિધાવો, તમને મારી વિદાય છે.” કોશલરાજ પેલાને લઈને કાશીરાજની સભામાં

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50