Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 26
________________ તો માણસ મરી પણ જાય છે. પછી પાંચ પચાસ માણસો ભેગા થઈ જાય છે, અને કહે છે કે “આ માણસે ખૂન કર્યું.” જરાક વિચારો આ ખૂન કોણે કર્યું? માણસે? ના. માણસ ખૂન નથી કરી શકતો. માણસ ક્રોધમાં માણસાઈ ખોઈ બેસે છે ત્યારે ક્રોધના આ આવેશમાં ઘા કરે છે. ક્રોધ જ્યારે આવ્યો ત્યારે એને એ ડામી ન શક્યો, કાબૂમાં ન રાખી શક્યો, તો એ કોઈ માણસ ઉપર ચઢી બેઠો અને એને પરિણામે આખી જિંદગી સુધી એને સહન કરવું પડ્યું. તમને કેદમાં પૂરાવનાર, બાળબચ્ચાંથી વિખૂટા પડાવનાર કોણ છે? આ તમારો ફોધ. એ આવે ત્યારે આપણે જો કાબૂ રાખીએ, એ આવે ત્યારે આપણે નીડર બનીને એને કહીએ કે તું આવ્યો તો ભલે આવ્યો, પરંતુ તેને હવે બહાર નીકળવા દેવો કે નહિ, એ તો મારા હાથની વાત છે ને! તને બહાર નહિ જવા દઉં, “ઉવસમેણ હણે કોહ” - ઉપશમથી ક્રોધને હણો. ક્રોધ આવે ત્યારે કેવો વિકૃત થઈ જાય છે! એની આંખ લાલ થાય. દાંત કચકચાવે. મૂઠી વાળી મારવા દોડે - આ બધો ક્રોધનો આવિષ્કાર છે. અને આવો ઢોધ કોને નથી આવતો?

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50