________________
૨૦ કે આપણી સામે કોઈ આંગળી પણ ઉચી કરી શકે. પરંતુ આપણે તો આજે વૃત્તિઓનું કહ્યું કરવામાં જ માનીએ છીએ, આત્માની વાતને અદ્ધરતાલ જેવી, માનીએ છીએ. ' .
- એક રીતે આ જેલ પણ એક જાતનું દવાખાનું જ છે. જે માણસ ખાવા પીવામાં ધ્યાન ન આપે અને જે તે અપધ્ય ખાય તો માંદો પડી, એ દવાખાનામાં જાય; તેમ જ માણસ પોતાની ઈન્દ્રિયોને કાબૂમાં ન રાખી, જેમ તેમ વર્તે તો એ આવી સરકારી જેલમાં જય. પછી એનો રોગ મટી જય, માણસ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ જાય એટલે આ દવાખાનામાંથી એણે છૂટા થવાનું
વિચારી જૂઓ : જે માનવી ઈન્દ્રિયો અને મનને સાચવતો નથી, એને જ જેલ અને દવાખાનાંઓની સજા સહેવી પડે છે, બીજાને નહિ.
માણસને જ્યારે ક્રોધ આવે ત્યારે જો એ વિચાર કરે કે, હું મારા ઉપર ક્રોધને સવાર થવા નહિ દઉ, હું જ ક્રોધ ઉપર સવાર થઈશ. “ - અવિવેકી અને અણઘડ માણસને ક્રોધ આવે છે ત્યારે એના હાથમાં જ હોય છે તે લઈ એ સામાને છૂટું મારે છે. એમાં જો કોઈને વિચિત્ર રીતે વાગી જય