Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 23
________________ ૧૮ કામનો ?” આ પોપટ જેવો બહાર ફેંકાયો કે એણે સ્વતંત્રતાનો શ્વાસ લીધો અને તરત જ એ પાંખો ફફડાવવા માંડ્યો. શેઠ અચરજ પામ્યાઃ અલ્યા, શું થયું તને? પાછો જીવતો ક્યાંથી થયો?” , પોપટે કહ્યું : “સાહેબ, તમે પેલા ગુરુનાં વાકયોનો અર્થ નથી સમજ્યા! હું તમને એ જ બતાવવા માંગું છું કે મારા ગુરુએ તો મને એમ કહ્યું કે દુનિયામાંથી છૂટવાનો માર્ગ એ છે કે તમારી જે છૂટી ઈન્દ્રિયો છે, જે બળવાન ઈન્દ્રિયો છે, જે મુક્ત ઈન્દ્રિયો છે, એ ઈન્દ્રિયોને ઊંઘાડી દો, એ ઈન્દ્રિયોને કાબૂમાં લો.” અને એમ કહી મુક્ત પંખી ઊડી ગયું. ' આપણો આત્મા પણ આજે આમ દેહમાં પૂરાયેલો છે, કારણ કે એ ઈન્દ્રિયોના કહેવા પ્રમાણે નાચે છે, કૂદે છે અને તોફાને ચઢેલો રહે છે. એટલે આપણે જે આપણી ઈન્દ્રિયોને ગોપવીએ, ઉઘાડી દઈએ તો જ એ આપણા કલ્યાણનો માર્ગ બને. આપણી આંખ જો કહે કે મારે ખરાબમાં ખરાબ જોવું છે, તો આપણે કહી દેવું જોઈએ કે હું તને એ નથી જોવા દેવાનો.. આમ કરશો તો પછી ઈન્દ્રિયો તમને કોઈ બંધનમાં બાંધી શકશે નહિ.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50