Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 22
________________ ૧૭ સાધુને એ પૂછ્યો ત્યાં જ એ તો બેભાન થઈ ગયા... ન હાલે કે ન ચાલે. ખરેખર તારો પ્રશ્ન બહુ ખરાબ હતો." પણ પેલો પોપટ તો સમજી ગયો કે એણે માગેલો ઉત્તર એમાં જ રહેલો છે. પછી તો સાંજ થઈ એટલે પેલા પોપટે પણ એમ જ કર્યું... આંખ બંધ કરીને એ ઢળી પડ્યો. ન ખાવાનું, ન પીવાનું, ન બોલવાનું-પાંજરામાં મડદા જેવો થઈને એ પડી રહ્યો. શેઠ બહારથી આવ્યા ને એને બેભાન જોયો. અને બોલાવવા માંડ્યા. “બોલ, રામ રામ” શેઠને પોતાને તો રામનું નામ નથી બોલવું પણ પેલા પોપટ પાસે એ બોલાવે છે. શેઠે પેલા પોપટને બોલાવવાના ઘણા પ્રયત્ન તો કર્યો, પરંતુ એ તો ઢળી પડેલો હતો. શેઠ વિચારમાં પડયા કે આ પોપટને શું થઈ ગયું છે? પાંજરામાં જોયું તો ખાવાનું એમને એમ હતું, પીવાનું પાણી પણ એમને એમ હતું. શેઠને લાગ્યું કે પોપટે ખાધું નથી, પીધું નથી, એટલે નક્કી પોપટ મરી જ ગયો લાગે છે. એટલે શેઠે પાંજરાનું બારણું ખોલ્યું અને મરેલો માની પોપટને ફેંકી દીધો - મરેલો પોપટ મારે શું

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50