Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 21
________________ ૧૬ " છતાં આખરે તો ચોર એટલે ચોર! અને આપણે અહીં બેઠેલામાંથી કોણ આવો ચોર નહિ હોય? આજે દુનિયામાં જે પકડાઈ જાય છે તે જ ચોર તરીકે ગણાય છે, અને જે નથી પકડાતા, તે શાહુકાર બનીને ફરે છે. આપણે બધા આજે પોતપોતાની જેલની દીવાલોમાં કેદીની જેમ બેઠા છીએ, આપણે જો આવા છાનાં ગુનાઓ કર્યા હોય, તો આપણે પણ આપણી જાતે જ પંદરેક દિવસની સજા ખમવી જોઈએ. આપણે જઈને જેલસુપ્રિન્ટેન્ડન્ટને કહેવું જોઈએ કે “અમને પણ થોડા દિવસ માટે અહીં પૂરી રાખો. અમને પણ અહીં સજા ભોગવવા દો, કે જેથી અમે જ્યારે બહાર જઈએ ત્યારે અમને પણ ખ્યાલમાં રહે કે અમુક ગુનાઓ અમે કર્યા હતા, અને અમે અમુક સજા ખમી હતી. પણ લાગતું નથી કે કોઈ ઈચ્છાપૂર્વક, આવી સજાઓનો સ્વીકાર કરે. એટલે આ શેઠ પણ ગુનેગાર ઠરવાની બીકે નાસી ગયા. પેલા મહારાજ તો ભાનમાં જ હતા. પેલા શેઠગયા એટલે એ ઊભા થઈ ગયા. શેઠ ઘેર ગયા એટલે પોપટે પૂછ્યું: “શેઠ! મારો પ્રશ્ન પૂછ્યો?” એટલે શેઠ કહેઃ “અરે તારો પ્રશ્ન તો એવો અપશુકનિયાળ કે મેં

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50