________________
૧૯
- આપણું મોટું જો કહે કે, મારે આ ખાવું છે ને તે - ખાવું છે, તો આપણે કહી દેવું જોઈએ કે હું તને એવું ગમે તેવું ખાવા દેવાનો નથી. જે ખાવાનું યોગ્ય હશે તે જ ખવાશે.
શરીર જે કહે કે મારે અમુક જાતના ભોગ જોઈએ છે. તો આપણે એને કહી દેવું કે તેની પ્રાપ્તિ માટે મારે નીચે ઉતરવું પડે એટલે તને એ નહિ મળે, કારણ કે દેહની વધુ સગવડો, આત્માના હિતમાં નથી હોતી.
.
. જ્યારે જ્યારે ઈન્દ્રિયો તમારી પાસે કોઈ માગણી મૂકે, ત્યારે તમે જો મનનથી ઈન્દ્રિયોને કેળવતા જશો તો તમે જોશો કે ઈન્દ્રિયો જેમ જેમ સંયમિત થશે તેમ તેમ આત્મા મુક્તિ અનુભવવા માંડશે, પ્રફુલ્લતા અનુભવશે.
આત્માને બાંધનારું તત્ત્વ, દુનિયામાં ક્યાંય નથી, એ તો આપણી અંદર પડ્યું છે. આપણી અંદર પડેલી વૃત્તિઓને આપણે સંયમિત કરી શકતા નથી એને પરિણામે જ આપણે હેરાન થવું પડે છે. આપણે જો આપણી વૃત્તિઓને કેળવી શકીએ, એને આજ્ઞાંકિત બનાવી દઈએ અને કહીએ કે તમારે અમારા કાબૂમાં રહેવાનું છે, તો કોઈનીય તાકાત નથી