Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 15
________________ ૧૦ કોઈકવાર એ હાથ પાસેથી કામ લે છે. આમ આ પાંચે ઈન્દ્રિયો, ખરી રીતે તો આપણામાં રહેલી વૃત્તિઓના માત્ર નોકરો છે. બીજું તત્ત્વ છે-મન આ મનનું મૂળ લક્ષણ માનવતા છે. પરંતુ કોઈક વાર જ્યારે માનવીની માનવતા પોઢી જાય છે, ત્યારે મન અર્ધ-જાગૃત અવસ્થામાં હોય છે. એટલે કે, જીવનની એવી સીમા ઉપર એ હોય છે કે એ કાળે આ બાજુ ધક્કો વાગે તો આ બાજુ પડે, અને પેલી બાજુ જરાક ધક્કો વાગે તો તે બાજુ પડે. આમ, મન જ્યારે જાગૃત ન હોય, મનની પાસે જ્યારે માનવતાનો વિવેક ન હોય, મન જ્યારે નિદ્રા-અવસ્થામાં હોય, તે વખતે પેલું પાશવતાનું તત્વ, મન દ્વારા કામ લેવા માંડે છે અને મન એ તરફ ઢળી જાય છે, અને વશ બની જાય છે. • પણ જે લોકોની પાસે સારાં પુસ્તકોનું વાંચન છે, જે લોકોની પાસે મહાપુરુષોનાં વચનોનું બળ છે, જેમની પાસે સુંદર એવા વિચારો છે, તે લોકો જાગતા છે. તેમની ઈન્દ્રિયો જો એમની પાસે કાંઈ માંગણી કરશે તો એમનું મનન તરત જ કહેશેઃ “તારે જોઈએ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50