Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૧૧ છે એ વાત ખરી, પરંતુ તું જે રીતે લઈશ એ રીતે તો સજા મારે સહન કરવી પડશે, એટલે મારાથી એ નહિ બને.” આમ મનને જો એ સમજાવે, તો પેલી ઈન્દ્રિયો સમજી જશે કે આ માણસ તો જગે છે, એટલે આપણું અહીં નહિ ચાલે અને આમ એ આપોઆપ શાંન્ત થઈ જશે. . એટલે સૌથી પહેલાં તો આપણે એ સમજી લેવાનું છે કે જે દેહ-જન્ય તત્ત્વો છે, તે પાશવતાનાં તત્ત્વો છે. એ જ્યારે જ્યારે તમારી પાસે કોઈ પણ જતની માગણી કરે ત્યારે તમે એને પૂછજો કે આ માગણી હું પૂરી તો કરું પણ એનું પરિણામ શું? તમે જો આટલો પ્રશ્ન એને કરશો તો તમે અવળે માર્ગે અટવાઈ જતાં અટકી જશો. એટલે કોઈપણ વિચાર આવે, તેને અમલમાં મૂકતા પહેલાં ગળતાં શીખો. જો તમે વિચારને ગળશો તો કચરો બાજુ પર સહી જશે અને વિચાર શુદ્ધ થશે. પછી તમે સમાજમાં કલ્યાણમય મંગલમય અને શાન્તિમય વ્યક્તિ બની જશો. પણ જો વિચારને ગળે નહિ અને આવેલા વિચારને તરત જ અમલમાં મૂકી દે તો એને અનેક ' હેરાનગતિ અને દુઃખ સહન કરવો પડે છે. ' . “મનકે હારે હાર હૈ, મન કે જિતે જીત

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50