________________
મન ચડાવે સ્વર્ગ મેં, મન બનાવે નીચ”
આત્માનો ખોરાક એટલે પ્રેમ, મૈત્રી, ક્ષમા, કાર્ય અને માધ્યસ્થ. પરંતુ આ આત્મા આજે એવી દીવાલની પાછળ કેદી છે કે એનો ખોરાક એને મળતો નથી. પાંચ ઈન્દ્રિયોનાં બારી બારણાંમાંથી જે ખોરાક આવે છે, તે જ એને આજે લેવો પડે છે. આ ખોરાક આત્માને સ્વસ્થ રહેવા નથી દેતો. એટલે આપણી પ્રથમ આવશ્યકતા એ છે કે કર્મકાંડ અને વૃત્તિઓની દીવાલમાં પૂરાયેલ, આત્માની દિવ્યતાને પુનઃ પ્રતિષ્ઠિત કરવી.
એ ન ભૂલતા કે જીવન એક દિવસ અહીં જ પૂરું થઈ જવાનું છે. તો તમે પૂછશો કે માનવી શા માટે અહીં આવેલો છે? એની જે દિવ્યતા છે, એનું જે પ્રકાશમય તત્ત્વ છે, એનું જે પ્રેમમય તત્વ છે તેને પૂર્ણ કક્ષાએ વિકસાવવા માટે જ માનવ અહીં આવ્યો છે.
આ તત્ત્વોને પૂર્ણ કલાએ વિકસાવવાની પ્રબળ ઈચ્છાવાળો માનવ, ભલે ગમે ત્યાં જીવતો હોય-એ કદાચ વનવગડામાં જીવતો હોય, એ કદાચ શહેરમાં જીવતો હોય, એ કદાચ ગામડામાં જીવતો હોય, એ કદાચ દીવાલોની પાછળ જીવતો હોય કે એ કદાચ દીવાલોની પાછળ જીવતો હોય કે એ કદાચ