Book Title: Bandhan ane Mukti Author(s): Chitrabhanu Publisher: Divyagyan Sangh View full book textPage 9
________________ દુનિયામાં બીજી કેદ તો કયાંય નથી; ખરી કેદ જો હોય તો તે આપણા વિચારો અને આપણી વૃત્તઓની જ છે. આખરે, એક રીતે વિચાર કરીએ તો તમને આ કેદમાં ધકેલનાર પણ બીજું કોણ છે? તમારી વૃત્તિઓ, બેફામ વૃત્તિઓ જ ને? આપણી જે અનિયંત્રિત વાસનાઓ છે, આપણાં જે ઉદ્દામ તોફાનો છે તેની ઉપર સંયમની કોઈ લગામ નથી. એથી, જ્યારે પ્રમાણ કરતાં એ વધારે બહાર આવે છે, ત્યારે એના ઉપર માણસ પોતે પણ નિયંત્રણ રાખી શકતો નથી; નિયંત્રણ કરવા માટે પોતે અસમર્થ બની જાય છે. ત્યારે બહારનું તત્ત્વ આવીને એનું એ નિયંત્રણ કરે છે. સમાજને જો સુખેથી ચલાવવો હોય, સમાજમાં રહેલ પ્રત્યેક વ્યક્તિને નિર્ભય અને શાન્તિથી જીવવા દેવી હોય, તો સૌની અંદર રહેલી આવૃત્તિઓને નિયંત્રિત બનાવવી જ પડશે. વૃત્તિઓનો આ પ્રવાહ સંયમાત્મક બનીને વહેશે, તો જ સમાજ શ્રેયોમય - બનશે. બાકી તો જ્યારે વૃત્તિઓ ઉદ્દામ બની જાય છે, મુક્ત બની જાય છે, સ્વચ્છંદી બની જાય છે, એની ઉપર જ્યારે કોઈ પણ જાતનું પોતાનું નિયંત્રણ રહેતુંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50