Book Title: Bandhan ane Mukti
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 7
________________ * બીમારીનું આ દશ્ય જેનાર માણસ, અન્ય કાળે ભલે ઉન્માદભર્યો હોય, તોફાનભર્યો હોય, ધરતીને ધમધમાવી ચાલતો હોય, પણ તે વખતે તો એ ત્યાં જરાક નરમ બને છે. એને વિચાર આવે છે કે આખરે માનવીની આ કાયા એ તો રોગનું ઘર છે. રોગો નથી આવ્યાં ત્યાં સુધી એ ઠીક છે. પણ એ આવે છે ત્યારે એ નથી જતું સત્તાધીશોને કે નથી જોતું શ્રીમતતોને, નથી જોતું મોટા માણસને કે નથી જોતું પહેલવાનને. એ વ્યક્તિને ઓળખવા બેસતું નથી, કે આ કોણ છે? એ તો જ્યારે આવે છે ત્યારે ભલભલાને આમ ઢાળી દે છે. એવી જ રીતે લગ્નનો મંડપ હોય, લગ્નનાં ગીતો ગવાતાં હોય અને વૃદ્ધ માણસ પણ ત્યાં થઈને પસાર થાય તો તેના સ્મૃતિપટ પર ક્ષણભર તો પોતાના લગ્નના દિવસોની સ્મૃતિ આવી જાય છે, અને એ વૃદ્ધ પણ પળભર તો આનંદમાં અને આનંદનાં પેલાં ગીતોમાં તરબોળ બની જાય છે. આમ લગ્નનું પણ એક વિશિષ્ટ વાતાવરણ હોય છે. એજ રીતે જેલનું પણ આગવું વાતાવરણ હોય છે, આંસુનું પણ એક મૌલિક વાતાવરણ હોય છે. હું માનું છું કે દવાખાનાના, લગ્નના, સંસારના અને

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50