________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી હવે મધરાતે એ બારાક્ષસને મળવા નીકળ્યો.
ભૂતિયા ટોળી લઈને બહેચર મહુડીના માર્ગે આગળ ચાલ્યો. એના મિત્રો તો ઝાડથી દૂર ઊભા
રહ્યા.
કોઈ કહે : “મારા કાકા કહેતા હતા કે બ્રહ્મરાક્ષસ એટલે ભૂતોનો રાજા, તેના કાન સૂપડા જેવા, હાથ હાથીની સૂંઢ જેવા અને પગ તો જાણે થાંભલા જ જોઈ લો ! એ બૂમ પાડે તો સે માઈલ દૂર સંભળાય!'
બીજાએ ટાપસી પૂરી: “હા, મેં સાંભળ્યું છે કે એ દિવસે આ ઝાડ પર રહે છે, રાતે કાળી ચાદર ઓઢીને ફરવા નીકળે છે અને જે કંઈ ઝાડ પર ચડે તો તેનું ગળું જ દાબી દે છે.”
આવી આવી વાતો સાંભળી બહેચરના બીજા ગઠિયાએ તો ડરી ગયા. કેટલાક તે પાછા ફરવાની તૈયારી કરતા હતા, ત્યારે બહેચરે કહ્યું : “હાશ, સારું
For Private And Personal Use Only