Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 245
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir wwwwwwwwww ૨૩૨ બાળકના બુદ્ધિસાગરસૂરિજી આવ્યા અને એમણે પૂછયું : “મહારાજજી, કાલે તમે સમર્થરામના મુકામે ગયા હતા?” “હા, ગયો હતો.” વૃદ્ધ શ્રાવકે કહ્યું : “તમારાથી ત્યાં જવાય નહિ. ત્યાં જવાથી ગામમાં અમારી ઘણી નિંદા થાય છે.” ' સૂરિજીએ ટૂંકો જવાબ વાળ્યો: “આ બાબતમાં તમે ન પડે તો સારું.” વૃદ્ધ શ્રાવક અકળાયા અને ગુસ્સામાં ને ગુસ્સામાં ઠપકાના ઘણા શબ્દો બોલી ગયા. સુરિજીએ તેમને શાંત પાડી વિદાય કર્યા. એ જ દિવસે બપોરે સમર્થરામજી પોતાના શિષ્ય સમુદાય સાથે સંબૂરાના સાજ સહિત સરિજીના નામને જયઘોષ કરતા ઉપાશ્રયમાં આવ્યા. સરિજીએ તેમને પોતાની પાસે બેસવાનું કહ્યું. પણ સમર્થન રામજી નીચે બેઠા અને બોલ્યા : “આપ તો બડે યોગી હો. મેં તો આપકે આગે કુછ નહિ હું.' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258