Book Title: Balakona Buddhisagarsuriji
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 249
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૬ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv બાળકોના બુદ્ધિસાગરસૂરિજી વિ. સં. ૧૯૮૧ના ફાગણ માસમાં તેઓ વિજાપુર આવ્યા. વિજાપુરમાં જ્યાં ગુરુપાદુકા હતી, એ જમીનનો ઉત્તર ભાગ તેમણે શ્રાવકે પાસે ખરીદાવી લીધો. શ્રાવકોએ પૂછયું : “મહારાજ, આવું શા માટે ?? “અરે ભાઈ જમીન હોય તો સારી, કયારેક કામ આવે.” એ સમયે પણ સૂરિજીના શબ્દનો મર્મ કોઈએ પારખ્યો નહિ. પણ સૂરિજી તે ભાવિના ભેદને સામી ભીંત પર નીરખી રહ્યા હતા. વિ. સં. ૧૯૮૧નું ચાતુર્માસ કરવા માટે સૂરિજીને ઠેર ઠેરથી આમંત્રણ અપાવ્યા. સૂરિજી સહુને એક જ જવાબ વાળે : “ભાઈ, હવે કોણ ચાતુર્માસ કરવાનું છે? જ્ઞાનયોગની આ વાત કોઈના ગળે ઉતરી નહિ. મહેસાણામાં ગુરુમંદિર પર છત્રી અને મંડપની રચના થઈ એમાં શ્રી રવિસાગરજી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258