________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvy
અંતરની અદાલતમાં કર્યો છે અને એ દિવસથી શેઠ નથુભાઈને ત્યાં જમતા બહેચરને ભેજનમાંથી રસ ઊડી ગયો. કયારેક બધું પીરસાઈ જવા છતાં એ વિચારમાં એમને એમ બેસી રહેતા. કયારેક ચિંતામાં એક ટંકનું ભેજન ભૂલી જતા. ખોરાક પણ રોજ રાજ ઘટતો જતો હતો. બહેચરનો હસમુખ ચહેરો ચિંતાઓથી ઘેરાઈ જતાં દુ:ખી દુ:ખી લાગતો હતો. મનની ચિંતાએ તનને નબળું પાડયું. આજ સુધી જે તનને અડવાની હિંમત તાવ કરી શકતો નહોતે તે પહાડ જેવી કાયામાં તાવ ચોથીઆ તાવના રૂપે દર ચાર દિવસે દેખા દેવા લાગ્યો.
એવામાં તન અને મનના તાપને શમાવનારા ઓળી આરાધનાના દિવસે આવ્યા. બહેચર આયંબિલ કરીને વિચારવમળમાં અટવાતો ફરવા નીકળી પડશે. અને પોતાના પિતાએ વાવેલા “ખાડિયા નામના ખેતરમાં પહોંચી ગયો. નજીકમાં કાજુમિયાંનું
For Private And Personal Use Only