________________
પ૦
પ્રવચન ક્રમાંક - ૭૧, ગાથા ક્રમાંક-૧૦૦ કહ્યું છે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે જ મારો ધર્મ છે. તમે જૈન હો, હિંદુ હો, મુસલમાન હો, સ્ત્રી હો કે પુરુષ હો, શ્વેતાંબર હો કે સ્થાનકવાસી હો, અગાસવાળા, સાયેલાવાળા, કોબાવાળા હો કે ધરમપુરવાળા હો, ગમે તે હો પરંતુ રાગ દ્વેષ જો શાંત થાય તો “વાળા' બરાબર. નહિ તો વાળા જ વાળા. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે ધર્મ અલગ ન હોઈ શકે. રાગ-દ્વેષ છોડવા તે જ સૌનો ધર્મ છે.
આનંદધનજી મહારાજે કહ્યું છે કે ધર્મ જીનેશ્વર ભગવાનના ચરણમાં ગયા પછી કોઈ કર્મ બાંધે નહિ. તેમણે આનંદથી ગાયું.
ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું, ભંગ મ પડશો હો પ્રીત જિનેશ્વર. ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ જિનેશ્વર,
ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે તો કર્મ જિનેશ્વર. આખું જગત ધર્મ ધર્મ એમ કરતું ફરે છે, પણ ધર્મનો મર્મ જાણતા નથી. જો ધર્મનો મર્મ જાણી રાગ દ્વેષ ન કરતાં સમભાવમાં વર્તે તો બે કામ થાય. જૂનાં કર્મોની ગાંઠ છૂટી જાય અને નવાં કર્મની ગાંઠ ન પડે. બે વાત ખ્યાલમાં રાખવી પડે. કોઈ કોઈ વખત જૂનાં કર્મોની ગાંઠ છૂટી જાય છે, પરંતુ નવા કર્મોની ગાંઠ આપણે પાછી બાંધી પણ લઈએ છીએ. જૂની ગઈ, પરંતુ નવી આવી.
કર્મ બંધન કરાવનારાં જે પરિબળો છે તેમાં મુખ્ય પરિબળ રાગ છે. રાગ એટલે રંગ, રાગ એટલે રસ, રાગ એટલે આકર્ષણ, ખેંચાણ, રાગ એટલે પ્રલોભન, રાગ એટલે મઝા, સુખ; રાગ એટલે લીનતા અને રાગ એટલે ડૂબી જવું. રાગ આ બધું કામ કરે છે. કપડાં ઉપર પાકો રંગ લગાડો પછી તે ઉખડતો નથી. જૂનો રંગ કાઢવો છે અને નવો રંગ ચડાવવો છે તે માટે આપણે રંગારા પાસે જઈએ છીએ, તો તે કહેશે કે આ જૂનો રંગ એટલો પાકો છે કે નવો રંગ લાગશે કઈ રીતે ? તેમ રાગનો રંગ ચડ્યો છે અને તેના ઉપર ધર્મનો રંગ ચડાવવો છે. જો જૂનો રંગ નીકળે તો નવો રંગ ચડે ને ? આનંદઘનજી મહારાજ કહે છે કે ...
આનંદઘન પ્રભુ ! કાળી કંબલીયા, ચડત ન દૂજો રંગ,
તજ મન કુમતિ કુટિલકા સંગ. આનંદઘનજી મહારાજે કહ્યું કે આ કંબલ ઉપર કાળો રંગ લાગ્યો છે, તે કેમે કરીને છૂટતો નથી. પણ તે રંગ કાઢવો પડશે. પર વસ્તુ પ્રત્યે જે ખેંચાવું, પર વસ્તુને મૂલ્ય આપવું, પર વસ્તુને મહત્ત્વ આપવું, તેને કહેવાય છે રાગ. રાગ એટલે મુલ્ય, મહત્ત્વ, પ્રતિષ્ઠા, રંગ. રાગ એટલે પર વસ્તુ પ્રત્યેનો અંદરથી રસ. શાંતિથી વિચારજો કે આપણા જીવનમાં રાગ અને રસ કોના પ્રત્યે છે ? ઉપવાસ કર્યા પછી શું યાદ આવી જાય છે ? આવતી કાલે પારણામાં આટલી વસ્તુ તૈયાર રાખજો. એક બેન કહેતાં હતાં કે મારા ઘરવાળા અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરે છે, બહુ તપસ્વી છે, પરંતુ પારણાના દિવસે મને ટેન્શન થઈ જાય છે. એક ચીજ ઓછી હોય તો એમનો પિત્તો ફાટી જાય અને મહાભારત થઈ જાય. ઉપવાસ સારો પણ મહાભારત થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org