________________
૩૧ ૫
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં. (૧૩૦)
આ ૧૩૦મી ગાથામાં સીધી સ્પષ્ટતા છે. તમને પરમાર્થની ખરેખર ઈચ્છા છે? ખરેખર મોક્ષ જોઈએ છે? ખરેખર સંસાર વસમો લાગ્યો છે અને કંટાળો આવ્યો છે? ભોગો અને પરિગ્રહ ખરેખર કડવાં લાગ્યાં છે ? સાચું કહો ? આ હું પૂછતો નથી પરંતુ પરમકૃપાળુદેવ પૂછે છે. મીરાબાઇએ પણ કહ્યું કે, “સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીમડો ઘોળ મા રે.
રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા રે.' તું બીજુ બોલીશ નહિ અને કડવો લીમડો પણ ઘોળીશ નહિ.
તમને ધનના ઢગલા કડવા લાગ્યા છે? દર પુનમે લોકો શંખેશ્વર જાય છે. આપણે તેમને પૂછીએ કે ત્યાં જઈ શું ફાયદો થયો ? તો કહેશે ત્યાં ગયા પછી પરિસ્થિતિ બદલાઈ જાય છે. ધંધો સારો ચાલે છે. શું આ ભગવાનનું કામ છે? ખરેખર આ પરીક્ષા થાય છે. સાપ કરડ્યો હોય તો ગામડામાં કડવો લીમડો ખવડાવી પરીક્ષા કરે છે અને પછી પૂછે કે કેવો લાગે છે તો કહેશે મીઠો લાગે છે. કડવો લીમડો ખવડાવતાં જાય અને પૂછતાં જાય. જયારે કહે કે હવે લીમડો કડવો લાગે છે ત્યારે સમજે કે હવે ઝેર ઊતરતું જાય છે. જ્ઞાની તમને પૂછે કે સંસાર તમને કેવો લાગે છે ? અને તમે એમ કહો કે ગોળ જેવો ગળ્યો લાગે છે તો જ્ઞાની કહેશે કે આને મોહરૂપી સાપ બરાબર કરડ્યો છે અને જો કડવો લાગે તો જ્ઞાની સમજશે કે આનામાંથી મોહરૂપી ઝેર હવે ઊતરી ગયું છે. તમારે ઝેર ઉતારવું છે ?
પરમાર્થ” પરમ એટલે શ્રેષ્ઠ. અર્થ એટલે હેતુ. જગતમાં કોઈપણ મેળવવા જેવું કે પ્રાપ્ત કરવા જેવું હોય તો એક માત્ર શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરવા જેવી છે. લોકો તો અમને પૂછતા હોય છે કે સાહેબ ! તમે મોક્ષની વાત કરો છો પણ મોક્ષમાં સુખ મળે ? ત્યાં પાઉંભાજી, કોકાકોલા અને આઈસક્રીમ મળે ? ત્યાં વાતો કરવા મળે? અહીં કરતાં પણ સારા પીકચરો ત્યાં હશે ને ? કંઈ ભાન છે તમને? શું બોલી રહ્યા છો ? પરમ શુધ્ધાત્માને કહેવાય છે પરમાર્થ.
તને જો પરમ શુધ્ધ આત્માની ઇચ્છા હોય, તાલાવેલી અને ઘગશ હોય, ઝંખના હોય, તેના વગર બેચેન હો તો માત્ર ઇચ્છાથી કામ નહિ ચાલે. માત્ર વિચારથી કામ નહિ ચાલે પરંતુ તારે પુરુષાર્થ કરવો પડશે. સદ્દગુરુ તો મળ્યા, સંપર્ક થયો અને તેમના શરણે પણ ગયા. છતાં કાર્ય થતું નથી. કેમ? પુરુષાર્થ કરતો નથી એટલે. વૈદ્ય મળ્યા અને તેમણે તને દવા પણ આપી. પરંતુ દવા લે તો અસર થાય ને ? એક વૈદે દવા લખી આપી. સુવર્ણમાલતી આટલા પ્રમાણમાં, અબરખ ભસ્મ આટલા પ્રમાણમાં, આમ દશ દવાઓ લખી આપી અને દર્દીને કહ્યું કે આ દવાઓ ધ્યાનથી જોજે, વાંચજે અને બરાબર લેજે. નિયમિત આટલું કરજે. તેણે આ નિયમિત ચાલુ કર્યું. સવાર થાય એટલે પોપટિયાને બોલાવે. તે વાંચે અને આ સાંભળે પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org