________________
૩૭૫
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
તે અનુભવના દ્વાર ઉઘાડનાર પરમ પરિબળને કહેવાય છે મુમુક્ષુતા. માત્ર વૈરાગ્ય કે ગમગીન ચેહરો રાખવો તે મુમુક્ષુતા નથી. સંસારનો અણગમો થાય તે મુમુક્ષુતા નથી. અંદરમાં એક અવસ્થા તેને પ્રાપ્ત થાય છે કે મારા જીવનમાં મારું અમૃત જે છે તેને હું કેમ અનુભવી શકું ? જ્ઞાનીઓ કહે છે કે તું અમૃતનો સાગર છે. ઉપનિષદમાં કહ્યું છે કે “અમૃતસ્ય :/’ અમે તો અમૃતનાં પુત્રો છીએ. અમારી પાસે અમૃતનો સાગર છે પણ અત્યારે વાતોમાં છે, પ્રતીતિ કે અનુભવમાં નથી. એ અનુભવમાં લાવવાનો ભાવ તે છે મુમુક્ષુતા. મુમુક્ષુ તો અનુભવ કરવા તત્પર થયો છે. એણે નિર્ણય કર્યો છે કે મારી ભૂલ સુધારી લઉં. મેં માન્યું હતું કે સુખ બહાર છે, આનંદ, શાંતિ બહાર છે. આજે મને સ્પષ્ટ ભાન થયું કે આ ખજાનો મારો છે, મારામાં છે, મારી પાસે છે. તાળામાં છે પણ ચાવી ખોવાઈ ગઈ છે. એ ચાવી મળવી જોઈએ. મને ખ્યાલ આવવો જોઈએ કે એ ખજાનો મારી પાસે છે. એના ઉપર લાગેલા તાળાનું નામ છે મોહ. મોહ નામના તાળાને ખોલવાની ચાવીનું નામ છે મુમુક્ષુતા. શું કરવું છે. આપણે જીવનમાં? આ તાળું ખોલવું છે? ખજાનો અંદર તૈયાર છે. - “નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો.” સંતો કેટલું કરુણાથી બોલે છે ! ભાષામાં કેટલું માધુર્ય છે ! ભાઈ ! તારી પ્રભુતા, તારી સાહ્યબી, તારી સંપતિ તારા ઘરમાં છે. બીજાના સંગમાં તું જાય છે તે ઠીક નથી. પ્રત્યક્ષ રીત લખી તુમ ઐસી, ગહીએ આપ સુહાવો. ચેતન ! શુધ્ધાત્માકુ માવો, ! તારા શુદ્ધ આત્માનું ધ્યાન કર. તારા સ્વભાવને તું ધારણ કર. પરમકૃપાળુ દેવે કહ્યું કે અરે આત્મ તારો, આત્મ તારો, શીઘ એહને ઓળખો.” શીધ્ર શબ્દ વાપર્યો છે, તેમને બહુ ઉતાવળ છે. તુરંત જ, ત્વરિત. આ આયુષ્યની દોરી કયારે ખેંચાઈ જશે તેની ખબર નથી. માટે સ્વભાવને ઓળખો. આ આપણો ખજાનો આપણે અનુભવી શકતાં નથી. સંતોના હૃદયમાં કરુણાનો એક ભાવ વહી રહ્યો છે. એના કારણે તેઓ જગતને સંદેશો આપે છે કે તમારા જીવનમાં તમે આત્માનો અનુભવ કરી શકો છો અને તે અનુભવ કરવાનો પ્રારંભ મુમુક્ષુતાથી થાય. શંકરાચાર્યજીએ મુમુક્ષુતાને કઠિન કહી છે, મુમુક્ષુતા પ્રાપ્ત થવી દુર્લભ છે. “હોય મુમુક્ષુ જીવ તે, પામે એહ વિચાર.' તમે વાત ગમે તેટલી કરી પણ જે મુમુક્ષુ જીવ હશે તે વિચાર કરશે. મુમુક્ષુ નહીં હોય તે નહીં કરે. મુમુક્ષુતા નથી આવતી, તેના કારણો સાતેક દુર્ગુણો છે, જેમાં જગત અટવાઈ ગયું છે.
પહેલો દુર્ગુણ તે હૃદયની કઠોરતા, ક્રૂરતા. જેનું હૃદય પથ્થર જેવું છે, જલ્દી પીગળતું નથી, જેના હૃદયમાં લાગણીશીલતા નથી. પોતા પ્રત્યે પણ કઠોર અને બીજા પ્રત્યે પણ કઠોર. તેણે આ જગતમાં અશાંતિ ઊભી કરી છે, ત્રાસ ગુજાર્યો છે, દુઃખ આપ્યું છે. આ જગતનું વાતાવરણ ડહોળ્યું છે, તે કઠોર હૃદયના માણસે ડહોળ્યું છે. એક માણસનો પગ નાનકડા છોડ ઊપર આવી જાય છતાં તેને કંઈ ન થાય, એવું પણ હૃદય છે. વનસ્પતિ ઊપર પગ આવે તો મુનિ કહે છે કે મિચ્છામિ દુક્કડં. મારા અપરાધને માફ કરો. ‘ને જે નવા વિદિશા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org