Book Title: Atmasiddhishastra Part 03
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 481
________________ XXIII સર્વમંગલમ આશ્રમ, સાણોડીયા તરસ્વીરી ઝલક સર્વધર્મસમભાવ અને સદ્ભાવના પાયા ઉપર સર્વના આત્મકલ્યાણ અર્થે સાગોડીયા ગામમાં ૧૯૬૬માં સ્થપાયેલ સર્વમંગલમ્ આશ્રમના અધિષ્ઠાતા પ. પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં શિક્ષણ, સેવા, કૃષિ અને આત્મઆરાધનાની વિવિધ સહ્રવૃતિઓ સુચારુરૂપે ચાલે છે. સંસ્કારસિંચન સહ કેળવણી અને વિદ્યાર્થીઓના સર્વાગીણ વિકાસાર્થે આશ્રમમાં બુનિયાદી માધ્યમિકશાળા, છાત્રાલય, પુસ્તકાલય, કોમ્યુટર સેંટર તથા સ્પોર્ટસ્ સંકુલ આવેલ છે. આરોગ્ય સેવાર્થે સ્થાનિક મેડીકલ ડીસ્પેન્સરી અને મોબાઇલ મેડીકલ વાન નોંધપાત્ર સેવાઓ આપે છે. ગૌશાળામાં ગાયોની માવજત અને વચ્ચે સુંદર કૃષ્ણમંદિર છે. કૃષિ ઉત્પાદન અને કૃષિ સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર પ્રવૃત્તિઓ ચાલે છે. સૌંદર્યસભર નૈસર્ગિક પરિસરમાં સુવિધાજનક વાનપ્રસ્થ આરાધના કેન્દ્ર, આત્માર્થી સાધકો માટે સાધકકુટિર, કેશર ધ્યાનકક્ષ, ઓમ મંદિર, ભગવાન પાર્શ્વનાથનું મંદિર, આત્મોન્નતિ અર્થે આદર્શ આત્મઆરાધના કેન્દ્ર, આત્મખોજ અર્થે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર મુમુક્ષુઓના મનના કોલાહલને શાંત કરી જીવનમાં શાંતિ અને અલોકિક આનંદનો અનુભવ કરાવે છે. આધુનિક સગવડો ધરાવતું અતિથિગૃહ, સાત્વિક ભોજનાલય, વાતાનુકુલિન ઓડીટોરિયમ, સમૃદ્ધ લાયબ્રેરી સાધનાર્થે સાધકોની સુવિધાઓ પૂરી પાડે છે. ભારતીય તત્ત્વજ્ઞાનની પર્દર્શન વિચારધારાને જાણવા માટે આશ્રમમાં આવેલ બેનમૂન વીતરાગ વિજ્ઞાન કેન્દ્રમાં વીતરાગ તત્ત્વદર્શન, કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનદર્શન અને પદર્શન તથા ભારતીય સંસ્કૃતિના મહાન સંતો અને દાર્શનિકોના જીવનચરિત્ર દર્શાવતું માહિતીસભર, અનુપમ મ્યુઝીયમ સંપ્રદાયમુક્ત સત્યશોધક જિજ્ઞાસુઓને આકર્ષે છે. તીર્થધામ સમાન આ પવિત્ર આધ્યાત્મિક આશ્રમમાં પૂ. ગુરુજીની નિશ્રામાં સ્વાધ્યાય, ભક્તિ, જ્ઞાન અને ધ્યાનની સાધના અર્થે પધારવા સર્વેને પ્રેમપૂર્વક આમંત્રણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490