Book Title: Atmasiddhishastra Part 03
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 473
________________ XV તાલાવેલી થાય તેવા જીવોને જીજ્ઞાસુ કહેવાય. કષાયો ઉત્પન્ન થાય તેવા સંયોગોમાં પસાર થતી વખતે કષાયોમાં ન જોડાવું તેવી સાધના જીજ્ઞાસુ જીવ કરે છે. ગાથા - ૧૧૦ શુદ્ધ સમક્તિઃનિશ્ચય સમક્તિ, શુદ્ધ આત્મતત્ત્વની પ્રગટ અનુભૂતિ. શુદ્ધ સમક્તિમાં કોઈ જાતનો ભેદ રહેતો નથી. તેમાં અભેદ અનુભૂતિ છે. ગાથા - ૧૧૧ વૃત્તિ વૃત્તિ એટલે રુચિ, વૃત્તિ એટલે અંદરની ધારા, વૃત્તિ એટલે પરિણતિ. વૃત્તિ એટલે ચેતનાની ઘારા. સાંખ્ય દર્શનમાં વૃત્તિ શબ્દ છે. વૃત્તિના વિરોધને યોગ કહે છે. પરંતુ અહીં આત્માની પરિણતિના અર્થમાં વૃત્તિ શબ્દ મૂકાયો છે. આંતરિક ચેતનાની ધારા પણ કહી શકાય. પરમાર્થે સમક્તિઃ પરભાવમાં વહેતી પોતાની જ્ઞાનની ધારાને નિજભાવ તરફ વાળવી, એ વળી ગયેલી અવસ્થા તેને પરમાર્થે સમક્તિ કહે છે. ગાથા - ૧૧૨ વર્ધમાન સમક્તિઃ સમ્યગુદૃષ્ટિ આત્મા જેમ જેમ બહારની વૃત્તિ વાળી અંદરમાં ઠરતો જાય તેમ તેમ તેનો અનુભવ ગાઢ થતો જાય છે તેને કહેવાય છે વર્ધમાન સમક્તિ. ગાથા - ૧૧૩ કેવળજ્ઞાન: જગતમાં છ દ્રવ્યો છે. તેના અનંતગુણો અને તે એક એક ગુણની અનંત પર્યાયો છે, તે બધાને એક જ સમયે એક સાથે જાણવાનું સામર્થ્ય જે જ્ઞાનમાં છે તેને કહેવાય છે કેવળજ્ઞાન. મોહનીય કર્મ દૂર થતાં જ્ઞાન ઉપર આવેલું આવરણ દૂર થાય છે અને અંદરમાં રહેલ જ્ઞાનની સંપૂર્ણપણે શક્તિ ખીલી જાય તેવા સંપૂર્ણ ખીલેલાં, પ્રકાશ પામેલાં જ્ઞાનને કેવળજ્ઞાન કહે છે. કેવળજ્ઞાન એટલે માત્ર શુદ્ધ જ્ઞાન. વીતરાગ દશાનું ફળ કેવળજ્ઞાન છે. ચારે ઘાતિ કર્મો એટલે મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય કર્મોનો વ્યવચ્છેદ થતાં જ્ઞાનમાં રહેલી સંપૂર્ણ શક્તિ ખીલી જાય, ત્યારે કેવળજ્ઞાન થાય છે. આ જ્ઞાન પ્રગટ થાય પછી ક્યારેય નાશ પામતું નથી. જ્ઞાનની ધારા અખંડ વહે છે. ક્યારેક મંદ કે ક્યારેક તીવ્ર તેમ થતું નથી. કેવળજ્ઞાનમાં સર્વજ્ઞતા અને પરિપૂર્ણ જ્ઞાન સમાયેલ છે. ગાથા - ૧૧૪ મિથ્યાભાસ : ખોટો આભાસ. જે ન હોય તેનો ભાસ થવો. શરીર તે જ હું તેવો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490