Book Title: Atmasiddhishastra Part 03
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 478
________________ XX પીડા, ભય, ચિંતા, ઉપાધિ, વ્યથા, મૂંઝવણ અને વ્યાકુળતા વિગેરેને પચાવવાની જેનામાં શક્તિ છે તે શાંતિ છે. સકળ વિભાવ પરિણામોથી નિવૃત્ત થવું તેનું નામ શાંતિ. ક્રોધ, માન, માયા, ઇચ્છાઓથી નિવૃત્ત થવું તે શાંતિ છે. શાંતિમાંથી જે રસ પ્રગટે, તે રસ છે સમરસ. - સમતાઃ શાંત સ્વભાવ અને શાંત પરિણામ, સમપણું. સમતા હોય તેને અનુકૂળતા માટે રાગ નથી અને પ્રતિકૂળતા માટે દ્વેષ નથી. ગમે તે પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહેવું તે સમભાવી જીવનું કાર્ય છે. ક્ષમા ક્રોધના અભાવ સાથે સાથે વેરનો પણ અભાવ હોય તેને ક્ષમા કહેવાય છે. ગાળ સાંભળીને પણ દ્વેષ વેર ન જન્મે તે ક્ષમાભાવ છે. ક્ષમાભાવી આત્માનો અનુભવ થાય તો પર્યાયમાં ઉત્તમ ક્ષમા પ્રગટ થાય. શાંતિ, સમતા, ક્ષમા આ બધા લક્ષણો, ગુણો એક બીજાના પૂરક છે. સત્ય: સત્ય બે પ્રકારે છે. વ્યવહારિક અને પારમાર્થિક. જેવું જોયું,જાણું, દેખાયું, જે બીના બની તે જ પ્રકારે બીજાને વર્ણવવી તે વ્યવહારિક સત્ય છે. અને પારમાર્થિક સત્ય એટલે જ્ઞાની પુરુષે કહ્યું છે તે રીતે અતીન્દ્રિય તત્ત્વનો સંપૂર્ણ સ્વીકાર. - ત્યાગઃ વ્યવહારમાં છોડવું અને તજી દેવું તેને ત્યાગ કહે છે. પરંતુ પરમાર્થમાં આત્માથી ભિન્ન એવા પદાર્થોને તો છોડવાં પણ તે પ્રત્યેની મમત્વ બુદ્ધિ છૂટે તે ખરો ત્યાગ છે. આસક્તિ અને તાદાભ્ય બુદ્ધિછોડવી તે ત્યાગ છે. પરને પર જાણી મમત્વભાવ છોડવો તે ખરો ત્યાગ છે. કેરી ખાવી છોડી દીધી તે વ્યવહારમાં કેરીનો ત્યાગ કર્યો તેમ કહેવાય પણ જ્યારે કરી પ્રત્યેનો મમત્વભાવ તોડે, તેના સ્વાદને યાદ પણ ન કરે, મેં આ વસ્તુ છોડી છે તેમ પણ ન થાય ત્યારે પારમાર્થિક ત્યાગ કહેવાય. વૈરાગ્ય : વિષયોથી વિરક્તિ. સંસારના સુખ, ભોગ અને દેહ તથા કુટુંબ સાથે વિરક્ત ભાવ, અનાસક્ત ભાવ તે વૈરાગ્ય કહેવાય. પદાર્થોથી ઉપર ઊઠવું તે વૈરાગ્ય. ગાથા - ૧૩૯. જ્ઞાનીદશા: જે મોહનીય કર્મના ઉદયમાં જોડાતો નથી તે જ્ઞાની છે અને જે તે કર્મના ઉદયમાં જોડાય છે તે અજ્ઞાની છે. ક્રોધ, અહંકાર, માયા વિગેરે મોહનીય કર્મના ઉદયથી થાય છે, તેમાં ન જોડાવું પણ પોતાના આત્મા વિશે પરિણમવું તે જ્ઞાનીની દશા છે. જગતના પદાર્થો પ્રત્યે જ્ઞાનીને મોહ નથી. મોહભાવ : મોહનાં બે પ્રકાર છે. દર્શનમોહ અને ચારિત્રમોહ. માન્યતા અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490