Book Title: Atmasiddhishastra Part 03
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 450
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૧૭ વધારે વેલ્યુ-મૂલ્ય જીવંત વ્યકિતને આપો, એનામાં ચૈતન્ય છે, એ આત્મા છે, એને મહત્ત્વ આપો. તમારો પૈસો, બુદ્ધિ અને સત્તા કરતાં આ વધારે મૂલ્યવાન છે. બીજાઓને મૂલ્ય આપવું તેને કહેવાય છે પ્રેમ. એમના માટે તમારી લાગણી, તમારી સંવેદના તેમના તરફ વહેતી થાય તો તમને તમારા જીવનમાં એક સમાધાન થશે. શાંતિ થશે. મહાભારતમાં મહર્ષિ વ્યાસને પૂછયું કે સુખેથી કોણ ઊંઘી શકતું નથી ? તેમણે જવાબ આપ્યો કે “જેના હૃદયમાં બીજા પ્રત્યે વેરભાવ છે, દ્વેષભાવ છે, તે સુખેથી ઊંઘી શકતો નથી.” આ દ્વેષભાવ વેરભાવને ટાળવાની પણ સાધના છે. સેવા, શુશ્રષા, પરોપકાર, દાક્ષિણ્યતા, ઉદારતા, ભક્તિ આ બધા ઉપાયો દ્વેષને દૂર કરવાના છે. અજ્ઞાનને દૂર કરવાના ઉપાયો પણ છે. સ્વાધ્યાય, ચિંતન, શ્રવણ, મનન, નિદિધ્યાસન, નમ્રતા, વિનય, સદ્ગુરુની ઉપાસના અને તેમનાં ચરણોમાં વંદન. ચરણોમાં રહેવું, આજ્ઞાનું પાલન કરવું તે અજ્ઞાન દૂર કરવા માટે છે. આમાં કયા પક્ષો, મતો અને ગચ્છો આવ્યાં ? આમાં કયાં કપડાંની કે સ્ત્રી પુરુષની વાત આવી ? જાતિ કે વેશનો ભેદ આવ્યો ? આમાં કયાં વાણિયો કે બ્રાહ્મણ તે વાત આવી? આમાં કયાં મતભેદ કે કદાગ્રહની વાત આવી ? તમે વચમાં બિનજરૂરી લાવો છો. પરમકૃપાળુદેવ તો કહે છે કે આ માર્ગ નથી. આ ઉપાય નથી. પહેલાં તમે કારણ તો સમજો ? ટાઇફોઇડ થયો હોય અને ટી.બી. ની દવા આપો તો દઈ જાય ? શું થાય ? ટી.બી. વાળા દર્દીને કેન્સરની દવા આપો તો દર્દીનું શું થાય ? જે રોગ થયો હોય તેની દવા આપવી જોઇએ. પહેલાં રોગ પારખવો જોઈએ. વૈદકશાસ્ત્રમાં નિદાન મહત્ત્વનું છે. દર્દ-રોગ આ છે તેમ નક્કી થવું જોઈએ અને નિદાન થયા પછી તેને અનુકૂળ દવા આપવી જોઈએ. રાગ, દ્વેષ અને અજ્ઞાન આપણો રોગ છે. આપણો મોક્ષ કોઇએ અટકાવ્યો નથી પણ રાગ દ્વેષથી અટક્યો છે, અજ્ઞાનથી અટક્યો છે. બહુ દુઃખની વાત છે કે રાગ દ્વેષ અને અજ્ઞાનને આપણે પાણી પાઇને પોષ્યાં છે. ગાંડો બાવળ ઉત્તર ગુજરાતમાં જબરો થાય છે. એને ઊગવા માટે કશાની જરૂર પડતી નથી. ગમે ત્યાં ઊગી જાય. પછી ખીલે, ફૂલે અને તેમાં કાંટા આવે. તમે બાજુમાંથી ચાલો તો કાંટા તમારા શરીરમાં બેસી જાય. ગાંડો બાવળ એમ કહે છે કે તમારે પાણી, યુરિયા ખાતર નાખવાની કંઈ જરૂર નથી. હું મારી મેળે વધ્યા કરીશ. એ ગાંડો બાવળિયો જેમ વધે છે તેમ રાગ, દ્વેષ અને અજ્ઞાન વધ્યા કરે છે. આપણે બધા જ પ્રયત્નો વધારવાના કર્યા છે. આનું નામ સંસાર. સંસાર આમ જ વધે છે. આપણે બીજું કરીએ છીએ શું ? આ મુખ્યકર્મની ગાંઠ છે. તમામ ધર્મશાસ્ત્ર આ વાતનો સ્વીકાર કરે છે. ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? તેનું વર્ણન જયારે કર્યું ત્યારે ભગવાન કૃષ્ણ કહ્યું. રાષિવિયુવāતુ એટલે રાગદ્વેષથી જેની ચેતના મુકત થાય છે તે સ્થિતપ્રજ્ઞ છે. કામક્રોધથી મુકત થાય છે તે સ્થિતપ્રજ્ઞ છે. કામ, ક્રોધ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490