Book Title: Atmasiddhishastra Part 03
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 443
________________ ૪૧૦ પ્રવચન ક્રમાંક - ૧૧૩, ગાથા ક્રમાંક-૧૪૦ આને વધારે કેમ આપ્યું ? મને ઓછું કેમ ? આની રોટલીમાં ઘી વધારે ચોપડ્યું અને મારી રોટલીમાં ઓછું કેમ? આનો ચાનો કપ છલકતો ભર્યો, મારો ઓછો કેમ ? આવું કરી જીવનને કલુષિત ન બનાવશો. જીવનને કડવું અને અસ્વસ્થ ન બનાવશો, જ્ઞાની થશો ત્યારે થશો, સંપૂર્ણપણે મુક્ત થશો ત્યારે થશો. પણ વર્તમાનમાં સમજણ રાખી જગતને સ્વપ્ન સમાન ગણી જીવશો તો સુખેથી જીવન જીવી શકશો. આજે એ નક્કી થયું કે આ જગત એઠવાડ સમાન છે. તેમાં રાજી થવા જેવું નથી. તો શું કરશો? આપણે સંપીને પ્રેમથી રહેવું. એઠવાડ તમને વધારે આવ્યો ને મને ઓછો આવ્યો તો શું થઈ ગયું ? એમાં શું લડવાનું ? ઓછું વધતું હોય તો શું ? આવી સમજ આવી જાય તો જીવનમાં કામ થઈ જાય. આત્મસિધ્ધિના સમાપનમાં તમે આટલા વર્ષ સાંભળ્યું. બીજું કંઈ પણ થાય કે ન થાય પણ તમે શાંતિપૂર્વક જીવતા થાવ અને એઠવાડા માટે ન લડો. જગત સ્વપ્ન સમાન છે. આવું સમજીને જીવન જીવાય તો જીવન હળવું ફૂલ થશે. તમે ગાતાં ગાતા, નૃત્ય કરતાં કરતાં, ગરબો ગાતા ગાતા જીવન જીવી શકશો. તમારા જીવનમાં આહલાદ પ્રગટશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490