________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૯૭ જીવતા હશો તો તમારી ખતવણી અજ્ઞાનીના લિસ્ટમાં થશે અને આત્મભાવમાં જીવતા હો તો તમારી ખતવણી જ્ઞાનીના લિસ્ટમાં થશે. સમ્યગ્દષ્ટિમાં થશે.
અંબાલાલભાઈની ટીકામાં કહે છે, મોહભાવનો જયાં ક્ષય થયો હોય, અથવા મોહદશા બહુ ક્ષીણ થઈ હોય, મોહ પ્રશાંત એટલે નબળો પડ્યો હોય, મોહ અશક્ત બન્યો હોય, તેને જ્ઞાની દશા કહેવાય. મોહનું જોર બહુ ન ચાલે. ઘરમાં દાદાજી બેઠા છે પણ વહુઓ આગળ એમનું જોર ચાલતું નથી. દાદાજી બહુ બોલે તો વહુઓ કહી દે કે દાદાજી ! છાનામાના માળા ગણો. મોહ છે ખરો પણ ઘરમાં દાદાજીની જેમ અહીં મોહનું જોર ચાલતું નથી. મોહ નબળો પડી ગયો હોય, અને તેની પાસે પૈસા હોય તો પ્રસંગ આવે ત્યારે લાખો રૂપિયા દાનમાં આપી દે છે અને જેનો મોહ પ્રગાઢ હોય તે પાઈ પાઈનો હિસાબ રાખે. એક ભાઈ ઘેર આવ્યા. મોટું પડેલું હતું તેથી પત્નીએ પૂછ્યું શું થયું? માં કેમ પડેલું છે ? શું કંઈ ખોવાઈ ગયું? ખિસ્સામાંથી કંઈ નીકળી ગયું ? કે પછી તમે કોઈને આપ્યું ? પેલો કહે, તું મને ઓળખતી નથી? હું કોઈને શું કામ આપું? અને મારા ખિસ્સામાંથી પડે એવું બને ખરું ? એ માટે ચિંતા કર નહિ પણ બન્યું એવું કે રસ્તામાં એક શેઠ રૂપિયા લઈને બેઠો હતો અને તે બંને હાથે જે આવે તેને આપતો હતો. આ મેં જોયું અને મારું બ્લડપ્રેશર વધી ગયું. આપતો હતો તે જોઇને મારું મોં પ્લાન થઈ ગયું. “દેતા થા સો દેખકે મુખડા ભયા મલિન'. આને કહેવાય પ્રગાઢ મોહભાવ.
જેમ બ્રીટીશરો ચાલ્યા ગયા તો “અપને દેશમેં અપના રાજ'. હવે તેમની સત્તા નથી. તેમ જેનો મોહભાવ ચાલ્યો ગયો છે, છે જ નહિ તો આત્મા ઉપર આત્માની સત્તા છે. બીજાની સત્તા નથી. મોહભાવ જેનો ક્ષય થયો હોય, ક્ષીણ થયો હોય તેને જ્ઞાનીની દશા કહેવાય. આવી જ્ઞાનીની અવસ્થા છે.
તન ધન સ્નેહ રહ્યો નહિ તાર્ક, છિનમેં ભયો રે ઉદાસી, જાકુ જ્ઞાનકળા ઘટાભાસી.” ખરી લડાઈ બે વચ્ચે છે (૧) જ્ઞાન અને (ર) મોહ. આધ્યાત્મિક સાધનામાં બે જ પક્ષ છે. એક મોહનો પક્ષ અને એક જ્ઞાનનો પક્ષ. જયાં જ્ઞાન હોય ત્યાં મોહ ન હોય અને જયાં મોહ હોય ત્યાં જ્ઞાન ન હોય. ખરો સંઘર્ષ સાધનામાં આ જ ચાલે. કયારેક મોહ કામ કરતો હોય અને કયારેક જ્ઞાન જીતતું હોય. આમ લડાઈ કરતાં કરતાં મોત હારી જાય અને જ્ઞાન જીતી જાય. સાધના કરવી એટલે મોહને ઘટાડતા જવું અને જ્ઞાનને વધારતા જવું. જેમાં જેમ જ્ઞાનનું બળ વધે તેમ તેમ મોહનું બળ ઘટે, તૂટે. જ્ઞાનનું બળ વધે અને મોહ ન ઘટે તો વાચા જ્ઞાન છે, વાયડો માણસ છે, તે અજ્ઞાની કહેવાય. ઈશાવાસ્ય ઉપનિષદમાં એમ કહ્યું છે કે અજ્ઞાની નાદુરસ્ત છે. તેને કોઈ સમજાવનાર કે કહેનાર મળશે પણ જે પોતે પોતાને જ્ઞાની માની બેઠો છે તેને કોઈ સમજાવી નહિ શકે માટે અમે જ્ઞાની છીએ એમ કહી દરવાજા બંધ કરશો નહિ. અજ્ઞાનીને માટે રસ્તો છે, તેને સમજાવી શકાય પણ અજ્ઞાની હોવા છતાં પોતાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org