Book Title: Atmasiddhishastra Part 03
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 438
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૪૦૫ કહ્યું કે પહેલા અમે આ મકાનમાં રહેતાં હતાં. હવે બીજા મકાનમાં રહેવા ગયા છીએ પણ તે મકાન આના જેવું નથી. તો શું અર્થ નીકળ્યો? તેણે જયાં માલિકી ભોગવી છે ત્યાં બીજાઓ પણ માલિક બની રહ્યાં છે. પદાર્થ એક જ અને માલિકી બદલાયા કરે છે. આમ જગતના પદાર્થો અનંત વાર અનંત લોકોએ ભોગવેલા છે. તે ભોગવવામાં આનંદ પણ શું ? રસ પણ શું ? એક ગાથા મહાપુરુષે કહેલી છે. रक्तो बंधति तम्मं, मच्चति जीवो विरागसंपन्नो । असो जिणोवदेसो, तम्हा कम्मेसु मा रज्ज || માગધી ભાષામાં આ બહુ મૌલિક ગાથા છે. આ ગાથામાં એમ કહ્યું કે આ ધરતી ઊપર જેટલા તીર્થકર દેવો થયા, તે બધાએ જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ તથા અત્યારે જે તીર્થકરો છે તે આપે છે અને જે પછી થવાના છે તે પણ આ જ ઉપદેશ આપવાના છે. એ તમામ ઉપદેશનો અર્ક અમે તમને નાનકડી લીટીમાં કહીએ છીએ. આ ડ્રાફ્ટ છે. લાખ રૂપિયા રોકડા, ખણખણ અવાજ કરે. રૂપિયા ભેગા ફેરવવા હોય તો ખટારો રાખવો પડે પણ લાખ રૂપિયાનો ડ્રાફટ ખીસામાં મૂકી દો તો વજન ન લાગે, તેમ આ તમામ ઉપદેશનો સાર આ છે. જગતના પદાર્થો તરફ આકર્ષાઇને, જગતના પદાર્થોમાં સુખ છે એમ માનીને, જગતના પદાર્થો ભોગવવાની લાલચે, જે પદાર્થ ફ્રેશ નથી, પણ અનંત જીવોએ જે ભોગવેલા છે તેવા એઠવાડા જેવા પદાર્થોમાં રાગ દૃષ્ટિ રાખીને જેને ભોગવવાની ઇચ્છા છે તેવો આત્મા પાપથી બંધાય છે અને તેનાથી જેને સભાનતા આવી છે, જેનો રાગ તૂટયો છે, જેને વૈરાગ્ય આવ્યો છે તે આત્મા મુક્ત થાય છે. જીવ રાગથી બંધાય છે અને વૈરાગ્યથી છૂટે છે. જે વૈરાગી થયો તેને ભાન થયું છે કે જગતના પદાર્થો હું જે ભોગવું છું તે પહેલી વખત ભોગવું છું તેમ નથી. મેં જ ભોગવ્યા છે તેવું નથી. આ તો ભોગવતાં ભોગવતાં અનંત જીવોએ તે પદાર્થો ભોગવી ભોગવીને છોડયા છે, તે જ પદાર્થો આપણે ભોગવીએ છીએ. આ ગૂંચવાડો સમજાય છે ? એક શરીર છૂટયું તે ભોગવ્યું પછી બીજું શરીર આવ્યું તે પણ ભોગવ્યું. જુદાં જુદાં શરીર આપણને મળે છે તેનો પુદ્ગલોનો અનેક વ્યકિતઓએ ઉપભોગ કરેલ છે માટે આ એડજેવા કર્મના ફળમાં તમે રાગ દ્વેષ કરશો નહિ. કર્મના ફળ બે પ્રકારે છે. સુખ અને દુખ. એ સિવાય કર્મનું ત્રીજું ફળ નથી. કર્મ ફળ આપે ત્યારે શું આપે? સુખ અથવા દુખ, આ બંનેમાંથી આપણે પસાર થઈએ છીએ. માટે કહ્યું કે સુખ અને દુઃખ એ કર્મનાં ફળ છે, તેમાં તમે રાગ પણ ન કરશો અને દ્વેષ પણ ન કરશો. અનંત તીર્થકર દેવોને આ કહેવું છે. સકળ જગત છે એઠવત.” આખું જગત એઠવાડ છે. “જડ ચલ જગની એઠ” એ જડ છે એક વાત, તથા એ ચલ છે એટલે કાયમ રહેતું નથી. ગમે તેવી સારામાં સારી મીઠાઈ પણ બગડી જાય છે. કાયમ સારી રહેતી નથી. ફ્રીજમાં પણ થોડો વખત સારી રહે પછી ફૂગ વળ્યા વગર ન રહે. સારામાં સારી વસ્તુમાં પણ પરિવર્તન તો થવાનું જ. આવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490