________________
પ્રવચન ક્રમાંક ૧૦૬, ગાથા ક્ર્માંક-૧૩૫ સમ્યગ્દષ્ટ જોઇ રહ્યો છે કે અંશ ખીલ્યો છે પણ હજુ આખો અંશી ખીલવાનો બાકી છે. બીચંદ્રની કોર પ્રગટ થઇ છે પણ પૂર્ણિમાનો ચંદ્ર ઊગવાનો બાકી છે. બીજને જોયું છે, વૃક્ષ ખીલવાનું બાકી છે. ચોથા ગુણસ્થાનથી સાધકનો પ્રચંડ પુરુષાર્થ થાય છે. એક વખત નક્કી થઇ ગયું કે મારા ઘરમાં ઉત્તર દિશામાં દશ ફૂટ નીચે ખજાનો છે. તે પછી જંપીને બેસે? રાત-દિવસ મથ્યા જ કરે અને ઊંડો ખાડો ખોદીને ખજાનો કાઢીને જ રહે તેમ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરીને જ રહે, ત્યાં સુધી તે જંપીને બેસે નહિ. આ પોતાની અવસ્થા છે. આ પોતાનું સ્વરૂપ છે અને એ પણ ખબર છે કે પોતાનું સ્વરૂપ અવરાયેલું છે, ઢંકાયેલું છે, તેને પ્રગટ કરવાનું છે. ઉપર શેવાળ છે પણ નીચે સ્વચ્છ પાણી છે. પાણી પીવું છે તો સેવાળ દૂર કરવી પડે. સૂર્ય આકાશમાં ઊગ્યો છે પણ વાદળો આડા હોય તેને દૂર કરવાં પડે. અષાઢ મહિનામાં કાળાં ભમ્મર વાદળ છે પણ પાછળ સૂર્ય છે. સૂર્યમાં કશું કરવાનું નથી પરંતુ વાદળો ખસવાં જોઇએ, તેમ આત્મામાં કશું કરવાનું નથી, કર્મરૂપી વાદળો ખસેડવાનાં છે. આ સહેલી વાત નથી. તમને સાંભળતાં વાર ન થઇ અને અમને કહેતાં પણ વાર ન થઇ. અનંતકાળથી અટકીને બેઠા છીએ. તમે કયારે ન હતા ? અને તમે હતા તો તમને ખબર પણ પડી હશે કે તમે આ છો, છતાં તમે કેમ પ્રગટ ન થયા ? કોઇ કવિએ કહ્યું કે ‘નયનાની આળસે રે મેં હરિને નિરખ્યા નહિ જો'. હરિ મારા જોડે છે પણ આંખ ઉઘાડવાની આળસે મેં હરિને જોયા નહિ. તેમ આપણી આળસે પરમતત્ત્વને જોયું નહિ. પરમતત્ત્વને જોશો ત્યારે પ્રતીતી થશે, શ્રદ્ધા દઢ થશે, અનુભવ થશે અને પછી તાલાવેલી લાગશે પછી જંપીને બેસાય નહિ. પરમસ્વરૂપને જાણ્યા પછી સંપૂર્ણ આવિર્ભાવ ન થાય ત્યાં સુધી બેસાય નહ, એવી અંદરની તીવ્ર અવસ્થાને જ્ઞાની પુરુષે અપ્રમત્ત (અપ્રમાદ) અવસ્થા કહી છે.
નિશદિન નૈનમેં નિંદ ન આવે, તબ નર હી નારાયણ પદ પાવે.
૩૩૬
રાતદિવસ ઊંઘ ન આવે એવી દશા થાય, એવી તાલાવેલી થાય ત્યારે પ્રભુ મળે. ઘણા લોકો કહેતા હોય છે કે શું ઉતાવળ છે ? એક જનમ વધારે. અહીં એમ કહે છે કે જનમનો હવે કંટાળો આવે છે. એવી અવસ્થા કેમ પ્રાપ્ત થતી નથી ? તે અવસ્થા પ્રાપ્ત કરવા અપ્રમત્ત અવસ્થા પ્રાપ્ત કરવી પડશે. સમ્યગ્દર્શન થયું ત્યારે તેણે પોતાને જાણ્યો અને વર્તમાનમાં મલિન થયો છે તે પણ જોયું અને પોતાની અસલ અવસ્થા ૧૩મે ગુણસ્થાને સાકાર પરમાત્મા છે તેમના જેવી છે તે પણ જોયું. પરિપૂર્ણ અવસ્થા સિદ્ધ અવસ્થા છે તે પણ જોઇ, એવી અવસ્થા પ્રાપ્ત કરવા વર્તમાન અશુદ્ધિ દૂર કરવી પડશે એ પણ તેણે જોયું અને અશુદ્ધિ દૂર કરવા માટે પુરુષાર્થ કરવો પડશે તેમ પણ નક્કી કર્યું અને નિર્ણય કરીને ડગલા માંડવાની શરૂઆત કરવી.
આપણે કેવળજ્ઞાન પામશું, પામશું, આવો ધ્વનિ અંદરથી ઊઠે. એ અમારી પરિપૂર્ણ અવસ્થા છે. એ અમારું સહજાત્મ સ્વરૂપ છે, પરમ સ્વરૂપ છે. તે અવસ્થાને પ્રાપ્ત કરીને જ રહીશું. કુંદકુંદાચાર્યજીના સમયસારના કળશમાં કહ્યું છે કે મૃત્યુની કિંમત ચૂકવીને પણ તું એક વખત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org