________________
૩૪૮
પ્રવચન ક્રમાંક - ૧૦૭, ગાથા ક્રમાંક-૧૩૬ થતું નથી. તમે સમજ્યા હોત તો તમે અત્યારે અહીં ન હોત. તમે સમજ્યા હોત તો સિદ્ધશીલા ઉપર હોત. ઉપાદાન કારણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર અને ઉપાદાન તે હું આત્મા. ઉપાદાનથી ઉપાદાન કારણ જુદું નથી. પરંતુ આવું ઉપાદાન કારણ હોય ત્યારે તેને પ્રાપ્ત કરવા, તેનો આવિર્ભાવ કરવા સાધનો જોઈએ. એ સાધનો કહેવાય છે નિમિત્ત કારણ. અને જેની હાજરીમાં કાર્ય થાય તેને કહેવાય નિમિત્ત. કારણ શબ્દ એટલા માટે કે હાજરી તો હતી પણ કાર્ય ન થયું તો નિમિત્ત કારણ ન કહેવાય. સાહેબ ! સમોસરણમાં આપણે હાજર હતા, ખરેખર હતા. તીર્થકર દેવો સામે બેઠા હતા, આપણને દેશના આપતા હતા. આપણે સાંભળતા પણ હતા, પણ ચકળવકળ હતા. આમ જોયું કે ઈન્દ્રાણીઓ આવી, આ દેવો આવ્યા, આ આવ્યા, તે આવ્યા. આપણે ત્યાં ડાફોળિયાં મારતા હતા. આપણે પરનું નિરીક્ષણ કરતા હતા. ત્યાંથી પાછા ફરતા ફરતા મુંબઈમાં. નિમિત્ત તો હતું પણ નિમિત્ત કામ ન કરી શકયું. વાંક નિમિત્તનો નથી. વાંક આપણો છે. નિમિત્તને કામ તો કરવા દો. જેની હાજરી વિના કામ ન થાય તે નિમિત્ત કારણ. વલોણું કરવું છે તો પહેલાના વખતમાં ગોળી હતી, દોરી હતી. દોરી બાંધી ફેરવતાં હતાં. હવે સ્વીચ ઓન કરો એટલે માખણ તૈયાર. કંઈ વાંધો નહિ. વલોણું તો ખરું ને ? પ્રકાર બદલાયો. કામ તો કરવું જ પડે ને? ઉપાદાન કારણ હાજર હોવા છતાં અને સિદ્ધત્વની સત્તા હોવા છતાં, એ સિદ્ધત્વ પ્રગટ ન થયું. આવિર્ભાવ ન થયો એનું કારણ અનુકૂળ નિમિત્ત ન મળ્યું. બીજી વાત અનુકૂળ નિમિત્ત પણ મળ્યું, હજારો વાર મળ્યું પણ નિમિત્તે કારણતા ન રહી. નિમિત્ત કારણ કયારે કહેવાય? પ્રયોગ થાય ત્યારે. ઘટના ઘટે ત્યારે, પરિણામ આવે ત્યારે. પરિણામ આવવું જોઈએ.
ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બને ભેગાં થવાં જોઈએ, બંને ભેગાં જો થાય તો કાર્ય થાય. આમાં ભૂલ કયાં થાય છે? ભૂલ ત્યાં થાય છે કે નિશ્ચયનયે તો કહ્યું કે “સર્વ જીવ છે સિદ્ધ સમ” સર્વ જીવ સિદ્ધ સમાન છે અને તેની સત્તા તેમાં રહેલી છે. ઉપાદાન આત્મા છે અને આત્મા હું પોતે જ છું. મારામાં જ્ઞાન દર્શન ચારિત્ર પણ છે. તો હવે મારે કોઈની જરૂર નથી. ઉપાદાનને સમજવવામાં ભૂલ થાય છે. તારું ઉપાદાન છે ખરું પણ અપ્રગટ છે. તેમાં કારણતા પ્રગટ કરવી પડશે. કારણતા પ્રગટ નહિ થાય તો ઉપાદાન કાર્ય નહિ કરે. પોતાની મેળે આત્મા પ્રગટ કરી શકીશ એમ જ માને અથવા કેવળજ્ઞાન તો મારામાં જ છે, એ તો એની મેળે પ્રગટ થશે તેમ માની બહારના અવલંબનોનો ત્યાગ કરે તો સિદ્ધત્વ પ્રગટ નહિ થાય. ધ્યાનથી સાંભળજો કે કદી પ્રગટ નહિ થાય. આ પરતંત્રતા નથી પણ વ્યવસ્થા છે. આ ગોઠવણ છે. બીજને જમીનમાં જવું પડે ખીલવું હોય તો, એ બીજની પરતંત્રતા કે લાચારી નથી પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. ઉપાદાન કારણની વ્યવસ્થા છે. ઉપાદાનને પ્રગટ જો થવું હોય તો પ્રગટ કરાવનાર કારણો અવશ્ય તેને મેળવવા જોઇએ. રસોઈ કરવી હોય તો મુખ્ય દાળ અને આટો તો જોઈએ ને ? બીજું કાંઈ નહિ હોય તો ચાલશે. બીજા મસાલા, બદામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org