________________
૩૩૧
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા એક ઠેકાણે કહ્યું હતું કે હું જાણું છું ત્યાં સુધી આ ધરતી ઉપર અત્યારે મારી હાજરીમાં ધર્મના સાતસો પ્રકાર છે અને પાછા આ બધા એકબીજાના વિરોધી. ઠંડો લઈને ઊભા છે. “ હમ કહતે હૈ વો સત્ય હૈ, તુમ કહતે હૈ વો સત્ય નહિ હૈ.' એના કારણે સાધક પોતે તેમાં અટકી જાય છે. કલ્પના અનુસાર વર્તવા જેવું નથી. તમારી કલ્પના કામમાં લાવવા જેવી નથી.
ગચ્છને સ્થાપનારા મહાપુરુષો હતા, છતાં પણ કયાં ભૂલ થઈ તે જ્ઞાની જાણે, ગુરુ જાણે અને સર્વજ્ઞ પરમાત્મા જાણે. પરંતુ કયાક અટકીને ઊભા છે. તેના કારણે સર્વ પ્રકારથી ધર્મ સાધન કરવું જોઈએ તે કરી શકતા નથી. “ભાન નહિ નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર.” એટલે પોતાના સ્વરૂપનું ભાન નથી તે નિશ્ચય કહેવાય નહિ. નિશ્ચયવાદી સ્વ સ્વરૂપની વાત કરે પરંતુ માર્ગના લક્ષ વગર અને માર્ગને જાણ્યા વગર બધી ક્રિયાને ઉત્થાપે. પરિણામે જીવનું શું થાય તે વિચારો. જે મહાપુરુષોએ પ્રરૂપણા કરી છે તેઓ પરમ કરુણાના સાગર હતા. તેમના હૃદયમાં જીવનું શું થશે? એમ ચિંતા હતી, અને કોઈપણ જીવ ખોટે માર્ગે ન ચડે તેની પૂરેપૂરી કાળજી લેવાની કોશિશ તેઓ કરતા હતા. એમને તો “આત્મા કહો કે સ્વરૂપ કહો તેની દૃષ્ટિ કરાવવી છે.” તમને તમારા સ્વરૂપનું ભાન કરાવવા નિશ્ચયની વાત કરી અને નિશ્ચયની વાત કરીને નિશ્ચયના લક્ષે શુભ ક્રિયા કરવાની વાત પણ કરી. પરમકૃપાળુદેવે ઘણી જગ્યાએ કહ્યું છે કે “કોઈ શુભ ક્રિયાને જાણતાં કે અજાણતાં ઉત્થાપવાનો અમારો ભાવ નથી. અમે કદીપણ શુભ ક્રિયાને ઉત્થાપી નથી પણ સક્રિયા બતાવી છે. સક્રિયા સાથે સ્વરૂપનું જ ભાન હોવું જોઇએ, એવું પણ સ્પષ્ટપણે અમે કહ્યું છે તે એટલા જ માટે કે અહંભાવ, મમત્વભાવ છૂટી જાય. ગચ્છમતનો ભાવ છૂટી જાય, તો જ આત્માને લાભ થાય, એ સિવાય હિત થવાની કોઈ શક્યતા નથી.” સમજી લો કે ગચ્છમતની જે કલ્પના તે નહિ સવ્યવહાર. જે ગચ્છમતની કલ્પનામાં રહ્યો છે, મુહપત્તિનો આગ્રહ, તિથિનો આગ્રહ, વિગેરે મતભેદો છે. એક તિથિ અને બે તિથિના પણ આગ્રહો છે. તિથીની આરાધના આત્માના કલ્યાણ માટે છે. એક બીજા સાથે વાદવિવાદ માટે નથી.
કૃપાળુદેવે એક એવી ચેતવણી આપી છે, જે ગંભીર કહી શકાય. ગચ્છમતનું પ્રતિપાદન કરનાર પુસ્તક પણ હાથમાં લેવું નહિ, કારણ કે જ્ઞાની પુરુષ મળ્યા હોય પછી પરાણે મહામહેનતે મતાગ્રહ છૂટયો હોય, કલ્પના પણ છૂટી હોય એમાં પાછું એવું કંઈ આવી જાય તો ફરી જૂના સંસ્કાર ઊભા થાય અને પાછો ગચ્છમતના આગ્રહવાળો થઈ જાય. તેમાં ફરી વળગી પડે. તેને ફરી યાદ આવે કે અમે આ ગચ્છ અને આ મતમાં હતા. જીવને અનાદિકાળથી આત્માનો અભ્યાસ નથી પણ આ ગચ્છમતનો અભ્યાસ છે.
વ્યવહારમાર્ગમાં જેટલો ત્યાગ વૈરાગ્ય વધે તેટલો વધારવો ઘટે. ત્યાગ વૈરાગ્ય વધતો નથી અને જ્ઞાનની ઊંચી વાતો કરે એટલે પતી જાય. આત્મા કર્તા ભોકતા નથી, આત્મા દ્રષ્ટા છે, અને આત્મા ખાતો પીતો નથી એમ કહેતો જાય અને ખાતો જાય. હાથમાં કોળિયો રાખી બોલતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org