________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક
૧૦૪
ગાથા ક્રમાંક
હૃદયમાં નિશ્ચય સૃષ્ટિ ને પાલનમાં વ્યવહાર
-
Jain Education International
-
નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય ;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. (૧૩૧) નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ ;
For Personal & Private Use Only
૩૧૭
૧૩૧ તથા ૧૩૨
એકાંતે વ્યવહાર નહિ, બંને સાથ રહેલ. (૧૩૨) ટીકા :- આત્મા અબંધ છે, અસંગ છે, સિઘ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધન કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. (૧૩૧)
અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય પણ કહ્યો નથી, બેય જયાં જયાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. (૧૩૨)
આ બંને ગાથા વિવાદાસ્પદ છે. આ ગાથાની આજુબાજુ ઘણા વિવાદો છે. પરંતુ એ વિવાદો અને મતમતાંતરો ગાથાને કારણે નથી. ગાથામાં તો વર્ણન છે. આ વિવાદો પક્ષપાત ભરી બુધ્ધિના કારણે છે. કોઇપણ વ્યકિત કોઇપણ એક વાદનો પક્ષ કરે અને બીજી વાતનો એકાંતે નિષેધ કરે તો સત્યના ટુકડા થાય. એ સત્ય રહેતું નથી. જૈન આગમમાં નય નામનો શબ્દ છે. નય એટલે અપેક્ષા. વસ્તુને જોવા માટે, સમજવા માટે એક નિશ્ચિત પધ્ધતિ એ નય કહેવાય છે. નયમાં એકાંત આવે તો તે કુનય કહેવાય, અને એકાંત ન આવે તો તે સુનય કહેવાય. યશોવિજયજી મહારાજે કહ્યું કે ‘વાણી વાચક યશ તણી, કોઇ નયે ન અધૂરી.' પોતે જ પોતા માટે કહે છે કે મારી વાણી કોઇપણ રીતે અધૂરી નથી. સૌ નયને સંમત મારી વાણી છે. જૈનદર્શનની પાયાની વાત કંઇપણ જો હોય તો તે એ વાત છે કે જૈન દર્શનમાં કોઇપણ નયનો આગ્રહ કરવામાં આવતો નથી. તેમાં જેટલાં પડખાંઓ, બાજુઓ, લક્ષણો અને ગુણો છે, જેટલી તેનામાં ક્ષમતાઓ રહેલી છે એ બધાંને લક્ષમાં લઇને વાત કરવામાં આવે છે. ઉપરાંત સાધનો માટે પણ એક સર્વાંગિક પઘ્ધતિ જૈન દર્શનમાં છે. દા.ત. ઘરમાં ઘેંસ છે, દૂધપાક છે, દૂધ છે અને ચાનો કપ પણ છે. ૨૦ વર્ષનો છોકરો જુવાન છે તેને તેની મા ઘેંસ આપે છે. એના નાના ભાઇને દૂધપાક આપે છે, નાના બાળકને દૂધ આપે છે અને વૃઘ્ધને ચા આપે છે. તો જુવાન છોકરો માને પૂછે છે કે તેં આમ કેમ કર્યું? મા કહે તને સંગ્રહણીનું દર્દ છે અને ઝાડા થાય છે તેથી ઘેંસ આપી. તારા આંતરડા વધુ ન બગડે તેની કાળજી રાખવી પડે. નાનો ભાઇ મહેનતનું કામ કરે છે એટલે દૂધપાક અને વૃધ્ધ બાપાને ચા આપી. બધાની તબિયતને
www.jainelibrary.org