________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૪૭
સો જ્ઞાનીઓનો એક જ નિશ્ચય હોય. આ નિશ્ચય આ ષટ્કદમાં સમાઇ જાય છે. આ પ્રમાણે કહીને સદ્ગુરુ સહજ સમાધિમાં જાય છે અને મૌન અવસ્થામાં તેઓ પ્રવેશ કરે છે.
હવે ૧૧૯મી ગાથાથી શિષ્યને બોધબીજ પ્રાપ્તિ કથનનો પ્રારંભ થાય છે. આ ટ્રાન્સફરમેશનની પ્રક્રિયા છે. સદ્ગુરુ પાસેથી સાંભળીને શિષ્ય એકાંતમાં બેસે છે અને વિચારનો પ્રારંભ કરે છે. વિચાર કરતાં કરતાં જેનો વિચાર કરે છે તેના ધ્યાનમાં ડૂબશે અને ધ્યાનમાં ડૂબ્યા પછી તેને આત્માની અનુભૂતિ થશે. એવી અદ્ભુત ઘટના જીવનમાં બને છે. ૧૧૯મી ગાથાથી એ અદ્ભુત ઘટનાનું વર્ણન છે. આ શબ્દો નથી પણ અંદરમાં બનેલો બનાવ છે. આ ટ્રાન્સફરમેશન એટલે પરિવર્તનની પ્રક્રિયા છે. સદ્ગુરુ ઉપદેશ આપે અને તમે માત્ર સાંભળીને બેસી રહો તો શું થાય ? ઠીક બોલ્યાં. આ કંઇ સાંભળ્યું ન કહેવાય. અંદર વિચાર થાય, ચિંતન થાય, મનન થાય, શાંત થાય, એકાગ્રતા થાય, ધ્યાન થાય, સમાધાન થાય, સ્વસ્થ થવાય, વિચારો અને વિકલ્પો શમી જાય. જે તત્ત્વ જાણતાં ન હતાં તે જાણપણામાં આવ્યું, એ દર્શનમાં આવ્યું. એમ કરતાં કરતાં ચેતના ધ્યાનમાં ડૂબે એટલે અનુભવ થાય. કયા બાત હૈ ? ચેતના ધ્યાનમાં ડૂબે એ ક્ષણે તેને અનુભવ થાય. અનુભવ જ્યારે થાય ત્યારે અંદરથી જે ઉલ્લાસ પ્રગટ થાય તેને કહેવાય આનંદ. આવો આનંદ પ્રગટ થયો એટલે સાધનાની સમાપ્તિ થઇ. કાર્ય પૂરું થયું. આ આત્માની પ્રાપ્તિ થઇ.
હવે જે વર્ણન થાય છે તે શબ્દો નથી, અંદરમાં બનતી ઘટના છે. તમારે પણ અંદર ઊતરીને ધ્યાનમાં જઇને આ ગાથાઓ સાંભળવાની છે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
door
For Personal & Private Use Only
www.jainelibrary.org