________________
૭૫
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૦૨મી ગાથાનો પ્રારંભ હવે પછી થાય છે. હું દર વખતે કહું છું કે, આ ગાથા ઘણી મહત્ત્વની છે. પરંતુ કઈ ગાથા મહત્ત્વની નથી ? આમાં ઊંડું રહસ્ય છે, આ વિશાળ દરિયો છે. જે છે તે કહું છું. આ કર્યતંત્રની ગાથા છે. કર્મતંત્ર જૈનદર્શનની અદ્ભુત ફીલસૂફી છે.
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ;
તેમાં મુખ્ય મોહનીય, હણાય તે ક હું પાઠ. ૧૦૨ તમને નવાઈ લાગશે કે આ મોક્ષ માર્ગ તો કર્મક્ષય કરવાનો પાયો છે. અહીં મુબંઈમાં તો હવે ૬૦, ૭૦ અને સો માળનાં મકાનો થાય છે. તેનો પાયો કેવો હશે? આ દરિયામાં પૂલ થાય છે, બ્રીજ થાય છે, તેનો પાયો કેવો હશે ? ૧૦૨ મી ગાથા પાયો છે. તેના ઉપર લાખો શ્લોકો છે. લોક પ્રકાશ, વિશેષાવશ્યક, છ કર્મગ્રંથ, ગોમ્મટ સાર, લબ્ધિસાર, જય ધવલા, મહાધવલા, વિ. થોડા નામો બોલ્યો. વિશેષાવશ્યક ભાષ્યમાં હજારો શ્લોકો, પંચ સંગ્રહમાં સેંકડો શ્લોકો છે. આ જ્ઞાનીઓએ આપણા માટે શું નથી કર્યું? આપણે એવા નપાવટ છીએ કે તેમણે આટલું બધું કહ્યું છતાં કંઈ લક્ષમાં લેતા નથી. આ અદ્ભુત ગાથા છે. ૪૫ લાખ શ્લોકો છપાયેલા, પ્રીન્ટેડ ગ્રંથરૂપે પ્રગટ થયેલા છે. એ બધા શ્લોકોને પરમકૃપાળુદેવે ૧૦૨મી ગાથામાં ઢાળી દીધા છે, અદ્ભુત છે. ગાથાનો સાર આવતી કાલે જોઈશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org