________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૪૩
એટલા માટે નહિ, પરંતુ આ વીતરાગ અવસ્થા આ દેહથી પ્રાપ્ત થઇ શકે છે. દેહમાં નહિ પણ દેહથી. આ દેહમાં ઘટના ઘટે છે અને પછી દેહ છૂટી પણ જાય છે. વીતરાગદશા થઇ એટલે વ્યકિતત્વ પાછું આવવાનું નથી કારણ કે તેઓ સંપૂર્ણપણે મુક્ત બને છે.
મોક્ષનું અસાધારણ કારણ શું ? ઘણાં બધાં કારણો છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર, તપ, જપ, વ્રત વિગેરે. ગુરુઓ કહે છે અમને સમર્પિત થાવ, આવો ! અમારે ચરણે માથું મૂકો, અમારી આજ્ઞાએ ચાલો. અમે કહીએ તેમ કરો. ધોળાં પહેરો, કાળાં પહેરો, પરંતુ ધોળા કાળામાં શું આવી ગયું, તે ખબર પડતી નથી પણ કરો. આ બધા મોક્ષના ઉપાયો છે ? ના. મોક્ષનું અસાધારણ કારણ એક જ જેના વગર મોક્ષ ન જ થાય. તપ કરો તો મોક્ષ થાય પણ ખરો અને ન પણ થાય. બહાર જઇને બાફશો નહિ કે તપ કરવાની ના પાડી છે. રાત્રે ફાઇવસ્ટાર હોટેલમાં જમતાં હોય, ચાર જાતનાં ફરસાણ મીઠાઇ ખાતાં હોય ! પૂછીએ કે તમે ખાઓ છો અને રાત્રે અગિયાર વાગ્યે. તમે તો આત્મજ્ઞાનની વાત કરો છો ને ? જવાબ મળે છે કે સાક્ષીભાવે ખાઉં છું. ભાઇ ! હું ખાતો નથી. મારે સાક્ષીભાવ છે. આ સાક્ષીભાવ નથી, આ જ્ઞાન નથી. આના જેવું ભયંકર ઝેર બીજું કોઇ નથી તમે સાક્ષી હો તો પણ, અને જ્ઞાની હો તો પણ અને વીતરાગ હો તો પણ રાત્રે બાર વાગ્યે આરોગો તો તે વીતરાગતાનાં લક્ષણ નથી. વીતરાગ હોય તે કદી આવું કરે નહિ અને કહે નહીં પણ જે કરે છે અને કહે છે, તેના જેવો મોહનીયકર્મનો ભયંકર બંધ કોઇ કરતાં નથી. આ વાત સમજવા જેવી છે કે મોક્ષનું અસાધારણ કારણ શું ? લોકો કહે છે કે તપ, જપ, વ્રત, અનુષ્ઠાન, ભક્તિ, ત્યાગ, દાન, શીલ, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર. શાસ્ત્રો કહે છે એક માત્ર કારણ તે વીતરાગ દશા છે. આ બધું હોય પણ વીતરાગ દશા ન હોય તો સાહેબ ! મોક્ષથી છેટાં. હું ફરી ફરી સ્પષ્ટતા કરું છું કે પ્રતિક્રમણ, સામાયિક, ભકિત કરવાની અમે ના નથી પાડતા. પણ માત્ર ભક્તિથી મોક્ષ મળે પણ ખરો અને ન પણ મળે, કારણ ? બધે વીતરાગતા તો અનિવાર્ય છે જ. મીઠાઇ ખાવી છે ? તો ગમે તે બનાવો મોહનથાળ, લાડુ, બાસુંદી પણ એક વાત નિશ્ચિત છે કે તેમાં સાકર તો જોઇશે જ. બદામ ઓછી વધતી ચાલે, કેસર ન હોય તો પણ ચાલે પરંતુ સાકર એટલે ગળપણ ન હોય તે ન ચાલે. બાકી બધું હોય તે લટકામાં પણ વીતરાગદશા વગર ન ચાલે. તો આનો અર્થ એ થયો કે તમામ પ્રક્રિયાઓ વીતરાગ દશા પ્રાપ્ત કરવા માટે છે.
—
હવે એમ કહે છે કે ‘જાતિ વેષનો ભેદ નહિ’ કઇ જાતિમાં વીતરાગ થવાય ? બ્રાહ્મણ હોય તો થવાય કે ક્ષત્રિય હોય તો થવાય ? સ્ત્રી હોય તો થવાય કે પુરુષ હોય તો થવાય? વીતરાગ કેમ થવાય ? તે કહો. બીજો પ્રશ્ન છે કે કયા વેષમાં થવાય ? મોટા વાંધા જાતિ અને વેષના છે. આજે પણ વેદાંતની પરંપરામાં એમ કહે છે કે શંકરાચાર્ય જે તે ન થઇ શકે. દ્રાવિડ બ્રાહ્મણ હોય તે જ થઇ શકે. હવે ક્રાંતિકારી લોકો એમ કહે છે કે એ વાત દૂર કરો. હવે બીસી પણ શંકરાચાર્ય થઇ શકે છે. લડવું જ છે લોકોને. આનો સંબંધ જાતિ સાથે નથી. પહેલું સૂત્ર પરમકૃપાળુદેવ કહે છે કે જાતિભેદ નથી. આ જાતિમાંથી જ મોક્ષ થાય તેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org