________________
૨૦૪
પ્રવચન ક્રમાંક - ૮૮, ગાથા ક્રમાંક-૧૧૩ કેવળજ્ઞાન. તે સર્વ આભાસ રહિત છે. આભાસ એને કહેવાય કે જે દેખાય પણ હોય નહિ. એક ભાઈ રાત્રે બાર વાગે ચશ્મા શોધતા હતા. પત્ની કહે શું કરો છો? તેઓ કહે કે ચશ્મા શોધું છું. પત્ની કહે કે રાત્રે તમારે શું જોવાનું છે ? તેઓ કહે કે મને સ્વપ્ન આવ્યું છે તે બરાબર દેખાતું નથી, હવે ચશ્મા ચડાવીને જોયું છે. આ પતિદેવને ભાન નથી. દેખાય ખરું પણ હોય નહિં. આ તમારો સંસાર દેખાય છે ખરો પણ હોય નહિ. તમને મારો દીકરો, મારો પતિ, મારી પત્ની એમ બોલવામાં કેટલી મીઠાશ આવે છે? અમે અમેરિકા ગયા ત્યારે એક ભાઈ કહે અમારે ઘેર પધારો અમારું મકાન જોવા. ભલા માણસ ! અમારે મકાન જોઈને શું કરવાનું છે ? તેનું મકાન જોયા પછી કહીએ કે બહુ સરસ છે તો તેને શેર લોહી ચડે, પરંતુ મરી જઇશ ત્યારે મૂકીને જવાનું છે એમ કહીએ તો ? કબીરજીએ ગાયું છે ક...
“અપને ખાતીર મહલ બનાયા, આપ હી જંગલ જા કર સોયા'
જીસ ઘર અંદર આયા ચઢા હૈ, સો ઘર નાહિ તેરા,
એસે એસે ઘર બહોત બનાયે, રાહ ચલણ જયું ડેરા.'' આ બધા આભાસ, મારું દેખાય છે પણ મારું નથી. આત્મામાં આ બધું દેખાય છે પણ છે નહિ. બધા આભાસ નીકળી ગયા આત્મામાંથી. ક્રોધ દેખાય છે પણ છે નહિ. અહંકાર, દુષ્કર્મો દેખાય છે પણ છે નહિ. નથી એટલા માટે કે બાદ કરી શકાય છે. તમે ક્રોધ વગર જીવી શકશો, પણ જ્ઞાન વગર જીવી શકશો નહિ. દુઃખ વગર જીવી શકશો પણ આનંદ વગર જીવી નહિ શકો. કારણ કે જ્ઞાન અને આનંદ તમારો સ્વભાવ છે. સ્વભાવ વગર જીવી ન શકાય, વિભાવ વગર જીવી શકાશે. | સર્વ આભાસથી રહિત એવો આત્મ સ્વભાવ, તેની અખંડ જ્ઞાનની ધારા ચાલે, કયારેક કયારેક નહિ પણ સતત અને તે દ્વારા મંદ ન થાય અને તેનો નાશ પણ ન થાય, એવું નિજ સ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહેવાય. અલૌકિક વ્યાખ્યા છે. નિજ સ્વભાવનું જ્ઞાન અને તેની ધારા ખંડિત થયા વગર અંખડ વહે. કેવળજ્ઞાન થવાની પ્રથમ ક્ષણ છે, પણ કેવળજ્ઞાન કયારેય નાશ પામતું નથી. તે અનંત છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય પછી જાય નહિ. આ તમારો ખજાનો છે. જે છોડવો પડે તે તમારો ખજાનો નહિ.
“કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન'. અખંડ વર્તે એટલે ધારા ખંડિત ન થાય. ધારા મંદ ન થાય. કયારેક આપણું જ્ઞાન વિશેષ હોય, ક્યારેક આપણું જ્ઞાન મંદ હોય કારણ કે આવરણ છે. દીવાની જ્યોત તમે વધતી ઓછી કરો તેમ પ્રકાશ વધતો ઓછો થાય પરંતુ કેવળજ્ઞાન કયારેય તીવ્ર મંદ ન થાય અને ત્રીજી વાત તે કયારેય નાશ ન પામે. એવું અનંતજ્ઞાન વર્તે તેને અમે કેવળજ્ઞાન કહીએ છીએ. આ આપણી આપણા સ્વભાવની વાત થઈ. તો કડી શું આવી ? કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આત્માનું જ્ઞાન આપણને છે જ નહિ એ પહેલી વાત. કદાચ સાંભળ્યું અને માન્યું કે આત્મા છે તો ધારા કાયમ ટકતી નથી, ક્ષણ, બે ક્ષણ હું આત્મા છું એમ તમને ક્યારે યાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org