________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૭૫
નથી આવતો કે તમને સમજાય છે કે નહિ ? પણ સમજવું તો પડશે. સમ્યગ્દર્શન નથી તેને સમ્યજ્ઞાન ન હોય. આ વાતનું પ્રમાણ છે. સો વર્ષ પહેલાં આ ધરતી ઉપર આવેલા પરમકૃપાળુદેવે ગાયું છે કે,
જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં.
બહુ સ્પષ્ટ વાત કરી છે. જ્ઞાની પુરુષની વાત ગહન નથી પણ સ્પષ્ટ છે, સરળ છે. શબ્દનો ઉપયોગ કરવો પડે માટે કરે છે. એ શબ્દથી પર રહીને કરે છે. નવ પૂર્વ ભણ્યો હોય છતાં તે જ્ઞાની નથી, બધું અજ્ઞાન છે. અમે મતિકલ્પનાથી કહેતા નથી પણ આગમોની સાક્ષી આપી કહીએ છીએ. અમે કહીએ છીએ એમ નથી કહેતા પણ આગમો સાક્ષી છે. આ સત્ શાસ્ત્રો છે તે સાક્ષી છે. સમ્યગ્દર્શન વગર કદી પણ સમ્યગ્ જ્ઞાન ન હોય. સમ્યગ્ જ્ઞાન વિના ચારિત્ર ગુણ વિકાસ પામી શકે નહિ. અહિંસા, સત્ય, સદાચાર, અપરિગ્રહ, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, વીતરાગતા આ ગુણો છે. ગુણ એટલે આત્માની શક્તિ. જેમ સાકરમાં ગળપણ તેનો ગુણ છે, શક્તિ છે તેમ આ બધા ગુણો ચૈતન્યની શકિત છે. આ બધા ગુણો અને શક્તિઓ આત્મદ્રવ્યમાં છે. કોઇ દાબડામાં કિંમતી રત્નો ભર્યા હોય, તમને ખબર પણ ન હોય અને ચાવી ખોવાઇ ગઇ હોય અને કોઇ આવીને એમ કહે છે કે આ દાબડામાં કિંમતી રત્નો ભર્યા છે. તમે કહોને કે લાવો, ખોલો, અમને તો ખબર જ નથી. જ્ઞાનીપુરુષો દાબડામા રહેલ કિંમતી ખજાનાની માહિતી આપે છે ને તેની ચાવી પણ આપે છે. ત્યારે હૃદયમાંથી નીકળે છે. અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણા સિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર.
શિષ્ય ગદ્ગદ્ થઇ જાય છે. હૃદય ભરાઇ જાય છે. આટલો મોટો ઉપકાર ! ‘શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન' તમે આપી આપીને શું આપશો ? છે શું તમારી પાસે ? નશ્વર નાશવંત પદાર્થો છે, તે પણ તમારા નહિ પણ માગી લાવેલા છે. અવસ્થા અંદરથી પ્રગટ થાય છે. ચારિત્ર શબ્દ બાહ્ય કર્મકાંડ નથી. ચૈતન્યનો બગીચો ખીલવો તેનું નામ ચારિત્ર. બગીચામાં ચંપાનો છોડ, જાઇ, ગુલમહોર, માલતી એમ જાતજાતનાં ફૂલો હોય છે. ચૈતન્ય એક બગીચો છે. કેટલા ફૂલોનો બગીચો ? શબ્દ છે, અનંત ગુણોનો બગીચો. नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा, अगुणिस्स नत्थ मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥
દર્શન વિના જ્ઞાન નથી થતું અને જ્ઞાન વિના ચારિત્રરૂપ ગુણની પ્રાપ્તિ થતી નથી. ચારિત્ર ગુણથી રહિતને સકલ કર્મક્ષય રૂપ મોક્ષ નથી અને મોક્ષ વિના નિર્વાણ પદની પ્રાપ્તિ નથી. બે શબ્દો અલગ પાડ્યા. મુકિત એટલે મોક્ષ ન હોય, તેને નિર્વાણ પણ ન હોય. નિર્વાણ એટલે રાગદ્વેષનું કાયમ માટે શાંત થવું. ભવભ્રમણ મટી જવું. માયાનો દીવો કાયમ માટે બુઝાઇ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org